<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

આંગણવાડી વર્કરનો રાજપીપલા નાગરીક બેન્કથી શાકભાજી માર્કેટમાં મોબાઇલ ખોવાઇ જતા ફરિયાદ

રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઇ મોબાઇલની શોધખોળ શરૂ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લામાં મોબાઈલ ગુમ કે ચીરી થવાની વારંવાર ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે અને પોલીસ મોબાઈલ ચોરોને પકડી ચોરાયેલા મોબાઇલ કબજે લઈ મૂળ માલિકને પરત પણ અપાવે છે ત્યારે હાલમાં એક આંગણવાડી બેનનો મોબાઈલ ગુમ થતા પોલીસ ફરિયાદ થઈ છે.

  જાહેરાત આપનાર ઉર્મિલાબેન વા/ઓ સોમાભાઈ કરશનભાઈ વસાવા(રહે,ઢોચકી,નિશાળ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા) નાઓને રાજપીપલા આંગણવાડી ઓફિસ ખાતેથી આપવામાં આવેલ સેમસંગ કંપનીનો "SAMSUNG A06 (5G)” મોબાઈલ જેની કિંમત રૂ.૧૮,૪૯૯/- નો મોબાઈલ ગઇ તા.૨૪/૦૬/૨૦૨૬ ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના અરસામાં રાજપીપલા નાગરીક બેન્કથી શાકભાજી માર્કેટમાં ક્યાંક ખોવાય જતા રાજપીપળા પોલીસે આ બાબતની નોંધ લઇ મોબાઇલની શોધખોળ શરૂ કરી છે.

(9:48 PM IST)