<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અગ્નિકાંડ : જનતાની આંખમાં ધૂળ નંખાય છે : જીજ્ઞેશ મેવાણી : તક્ષશીલા, મોરબી વગેરે જગ્‍યાએ ન્‍યાય કેમ નથી મળતો? : કોંગ્રેસ - ભાજપના પ્રભાવમાં ન આવે અને પ્રામાણિક અને બાહોશ અધિકારી આની તપાસ કરે તે જરૂરી : અગ્નિકાંડમાં કોના કહેવાથી ક્રાઈમ સીનને ડિસ્‍ટર્બ કર્યો? : દોઢ વર્ષમાં ફાસ્‍ટ ટ્રેકમાં અગ્નિકાંડની ટ્રાયલ પૂરી કરવામાં આવે. પીડિતોને ૪ લાખનું વૃતર વધારી ૧ કરોડ કરવામાં આવે પીડિતોના કહેવા મુજબ પબ્‍લીક પ્રોસીકયુટર નીમો : જે રાજકોટે વિજયભાઈ રૂપાણીને મુખ્‍યમંત્રી બનાવેલા તે ગુજરાતના સૌથી સ્‍વાર્થી મુખ્‍યમંત્રી કહેવાય. જે રાજકોટ શહેરમાં વસે છે : તેણે ૧ પીડિત પરીવારની મુલાકાત લીધી નથી. : વિજય રૂપાણી, હર્ષ સંઘવી, ભુપેન્‍દ્રભાઈ પટેલ અને સીે.આર. પાટીલને આ અગ્નિકાંડ સાથે કંઈ જ લેવા દેવા નથી એવુ લાગે છે. : કોંગ્રેસના કાર્યકર તરીકે નહિં ગુજરાતના નાગરીક તરીકે લડુ છું.3:50 PM IST

પંજાબના અમૃતસરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ડ્રોન સાથે હેરોઈનનું પેકેટ ઝડપાયું : રતનખુર્દ ગામની બહાર ચીની બનાવટનું ડ્રોન અને 530 ગ્રામ હેરોઈનનું પેકેટ જપ્ત કરીને તપાસ : પંજાબ તા.૧૦ પંજાબના અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીકના ગામની બહારના વિસ્તારમાંથી ડ્રોન સાથે હેરોઈનનું પેકેટ મળી આવ્યું છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના પ્રવક્તાએ આ જાણકારી આપી હતી. : પ્રવક્તાએ કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન બીએસએફના જવાનોએ રતનખુર્દ ગામની બહાર ચીની બનાવટનું ડ્રોન અને 530 ગ્રામ હેરોઈનનું પેકેટ જપ્ત કર્યું હતું. : પ્રવક્તાએ કહ્યું કે પેકેટ પીળી એડહેસિવ ટેપમાં લપેટાયેલું હતું અને તેની સાથે એક નાનકડી 'એલઈડી લાઈટ' જોડાયેલ હતી.2:44 PM IST

ભ્રષ્‍ટાચારીઓ સામે ACB આદુ ખાઇ પાછળ પડી છે : પડદા પાછળની રસપ્રદ કથા : માસૂમ બાળકો સહિત ૨૭નાં ભોગ લેનાર ગેમઝોનની ઘટના પાછળ ટેબલ નીચેના વ્‍યવહારનો કાદવ ઉછળ્‍યા પછી રાજય સરકારે એસીબી વડા શમશેરસિંઘને મક્કમતાપૂર્વક પગલાંઓ લેવા સૂચવ્‍યું છે : સરકારી અધિકારીઓ અને સ્‍ટાફ વતી ખાનગી માણસ લાંચ સ્‍વીકારવાની પેટર્ન નાં અભ્‍યાસ બાદ હવે ખાનગી વ્‍યક્‍તિને પણ છોડશે નહિ, લાંચ લે તો જ નહિ લાંચની માંગણી કરનારને પણ સંકજામાં લેવાની રણનીતિ, ટ્રેપ ફેલ જવા પાછળના કારણો અંગે હેડ કવાર્ટરમાં મનોમંથન સુધી આ વિભાગ સંતોષ માનવાને બદલે રાજય સરકારના સૂચન મુજબ છટકામાં સપડાયેલા અધિકારીઓ કે સ્‍ટાફને જામીન ન મળે તે માટે પીપી સાથે સંકલનમાં રહેવા આદેશ ACB વડા શમશેરસિઘ દ્વારા ફરિયાદીના રક્ષણ માટે કેર નામનો એક ખાસ પ્રોજેકટ ત્‍યાર કર્યો છે, લાંચના ફરિયાદીને જે તે લાંચિયા વ્‍યક્‍તિ કે વિભાગ કોઈ પ્રકારે હેરાનગિતી ન કરે તેની જરૂર જણાયે ફરિયાદીના ઘેર કે કાર્યક્ષેત્રમા રૂબરૂ જઇ હિંમત આપવાનાં પ્રશંસનીય પ્રોજેકટ પણ ખૂબ સારી રીતે અમલમાં આવે તે માટે ખુદ મુખ્‍ય સચિવ પણ માક્કમ છે12:14 PM IST

‘કાપડના વેપારી' ભુષણપ્રસાદ સૈનીએ ‘ગુરૂજી'નો સ્‍વાંગ રચી વિધીના બહાને દૂષ્‍કર્મ આચર્યુ, સોનાનો ઘડો કાલે કાઢી દઇશ કહી ભાગી ગયો : રાજકોટમાં લાલબત્તી સમાન કિસ્‍સોઃ મહિલાને રૂમમાં ઉભી રાખી આખા શરીરે લીંબુ અડાડી ફેરવી પછી કહ્યું-ઇસકે અંદર સે ૪૫ કિલો સોના નીકલેગા!: પરિણીતાની નણંદને પંદર કરોડ બનાવી દેવાનું કહી ૮૦ હજાર પડાવ્‍યા'તાઃ ભક્‍તિનગર પોલીસે ગણતરીના સમયમાં ઢોંગીને માંગરોળથી પકડયો : મુળ બિહારના અને હાલ જયપુર રહેતાં ૫૭ વર્ષના ઢોંગી બાબાને રિમાન્‍ડ પર લેવા તજવીજઃ અન્‍ય કારનામા ખુલવાની શક્‍યતાઃ મહિલાના સગા કે જે માંગરોળમાં રહે છે તેને ત્‍યાં વિધી કરી લક્ષ્મીજીની મુર્તિઓ, મહાદેવની મુર્તિઓ કાઢી, સોનાના મોતી કાઢી આપ્‍યાની વાતે મહિલાને લાલચ જાગી અને ઢોંગીનો ‘શિકાર' બની : મહિલાને બીજા રૂમમાં લઇ જઇ આંખો બંધ કરાવી નિર્વષા કરી મુખમૈથુન કરાવ્‍યું, પછી સુઇ જવા કહેતાં મહિલાને થયું ગુરૂજી વિધી કરશે, પણ તેણે દેહ પીંખી નાંખ્‍યો! : એક દિવસ મહિલાને વિધીના બહાને અર્ધનગ્ન કરી હાથ ફેરવ્‍યા પછી કહ્યું-‘અભિ શક્‍તિ મિલ નહિ રહી હૈ': આવુ છ દિવસ કર્યુ હતું ચોથી તારીખે વિધીના બહાને દૂષ્‍કર્મ, સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચરી લઇ પાંચમીએ ગુરૂજીએ મહિલાના પતિને ફોન કરી ખાડો બુરી દેવા કહ્યું: સાંજે પોતે આવશે તેમ કહી ફોન બંધ કરી ભાગી ગયો'તો4:29 PM IST