તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Monday, 10th June 2024
ટંકારા તાલુકાની ત્રણ જીલ્લા પંચાયત પૈકી લજાઇ બેઠક અને ઓટાળા બેઠકે કેસરીયો રંગ રાખ્યો જ્યારે ટંકારા બેઠકે જોરદાર ટક્કર આપી
જીલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતાની બેઠકમાં ટંકારા ટાઉનને બાદ કરતા અન્ય બુથો ઉપર સારો દેખાવ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા,તા. ૧૦: લોકસભા ચૂંટણી પરીણામ બાદ અંકોડા મેળવી હારજીતના તારણો કાઢતા રાજકીય ખેરખાં મુજબ ટંકારા તાલુકો નવા કેડા કંડારી જીલ્લા પંચાયત પૈકી ત્રણ બેઠકમાં સૌથી વધુ લિડ લજાઈ બેઠકમાં ૫૦૦૦ જયારે ઓટાળા બેઠકમાં ૪૫૦૦ અને કોંગ્રેસના કબજા વાળી ટંકારા બેઠક પર ૨૫૦૦ મળીᅠ તાલુકામાં રૂપાલા ને ૧૨૦૦૦ જેટલી લિડ આપી હતી.
ટંકારા કાયમ કોંગ્રેસ તરફી ઝુકાવ રાખનાર બેઠકો ઉપર ભાજપે કબજો જમાવી દીધો હોય વિરોધ પક્ષે વિચાર માંગે એવી સ્થિતિ ઉભી થઈ છે જે પ્રમાણે ટંકારા ટાઉન નગરપાલિકા બાદ સ્વિગ થઈ ગયો એ રીતે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ તરફી વલણ અપનાવ્યું હોય આગામી દિવસોમાં આ અંગે રાજકીય નેતાઓના ભવિષ્ય ધુધળા થઈ જવાના છે જેમા શંકાને કોઈ સ્થાન નથી.
પરંતુ ટંકારા જીલ્લા પંચાયતના પ્રતિનિધિ અશોકભાઈ ચાવડા, પ્રભુ કામરીયા નથુભાઈ કડિવાર, વિરપર સરપંચ મહેશભાઈ લિખિયા, પ્રભુભાઈ કામરીયા, ગણેશભાઈ નમેરા, દેવરાજભાઈ સંધાણી સહિત અનેક નેતાઓની મહેનત રંગ લાવી છે. ઓટાળા હિરાપર જબલપુર નેસડા બંગાવડી રોહિશાળા ઉમિયા નગર સજજનપર હમિરપર હડમતિયા લજાઈ સહિતના ગામમાં કોગ્રેસના સ્યોર વોટરો પણ સ્વિગ થતા ભારે લિંડ આવી છે.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
