News of Monday, 10th June 2024
આયુષ્માન ભારત યોજના નવી સરકારની ટોચની પ્રાથમિકતામાં
ભાજપે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડરો સુધી આ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે : અગાઉની ભાજપ સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ને જોરશોરથી આગળ ધપાવવાની ખાતરી

નવી દિલ્હી,તા. ૧૦: આયુષ્માન ભારતનું વિસ્તરણ અને સંશોધિત શેડ્યૂલ M (દવા ઉત્પાદનની ગુણવત્તા સંબંધિત)નો અમલ વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર માટે આરોગ્ય મંત્રાલય અને ફાર્માસ્યુટિકલ્સ વિભાગની અગ્રતા યાદીમાં હોઈ શકે છે.
નવી સરકારમાં, અગાઉની ભાજપ સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB – PMJAY) ને જોરશોરથી આગળ ધપાવવાની ખાતરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશ્વના સૌથી મોટા આરોગ્ય સંભાળ કાર્યક્રમ તરીકે વર્ણવવામાં આવતી આ યોજનામાં કવરેજનું વિસ્તરણ નિશ્ચિત છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડરો સુધી આ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.
પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે, ‘અમે આયુષ્માન ભારત યોજનાને વરિષ્ઠ નાગરિકો સુધી પહોંચાડીશું અને તેમને મફત અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડીશું. ટ્રાન્સજેન્ડરોની જરૂરિયાતો પૂરી કરવા માટે અમે ગરિમા ગૃહનું વિસ્તરણ કરીશું. અમે ઓળખ કાર્ડ જારી કરીશું અને ખાતરી કરીશું કે તેઓ રાષ્ટ્રીય સ્તરે સ્વીકારવામાં આવે છે. આ સિવાય તમામ પાત્ર ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને આયુષ્માન ભારત યોજનામાં સામેલ કરવામાં આવશે.
નેશનલ હેલ્થ ઓથોરિટી (NSA) ના ડેશબોર્ડ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, હાલમાં આ યોજના હેઠળ, ૩૪.૫ કરોડ લોકોને હોસ્પિટલમાં દાખલ થવા પર ૫ લાખ રૂપિયા સુધીનો મફત સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે.
ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર આ યોજના હેઠળ વીમા કવરેજની રકમ ૫ લાખ રૂપિયાથી વધારીને ૧૦ લાખ રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. આ યોજનાને લઈને હોસ્પિટલોની ફરિયાદ છે કે તેમને સારવાર માટેનું પેમેન્ટ મોડું મળી રહ્યું છે. તેથી, આ ખામીઓને દૂર કરીને ભંડોળ ઊભું કરવું એ મુખ્ય પડકાર બની શકે છે.
આરોગ્ય મંત્રાલયે માર્ચમાં યોજનાના અમલીકરણની પ્રગતિ અને લાભાર્થીઓને ઓળખવા, તેમને હોસ્પિટલમાં દાખલ કરવા અને યોજનાને અમલમાં મૂકવાની રીતો પર નજર રાખવા માટે ૧૬ સભ્યોની સમિતિની રચના કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેમિકલ ફર્ટિલાઇઝર વિભાગ હેઠળના ફાર્માસ્યુટિકલ વિભાગની પ્રાયોરિટી લિસ્ટમાં સુધારેલ શેડ્યૂલ પ્દ્ગટ અમલ કરવો એ પ્રાથમિકતા છે. આ શેડ્યૂલ ગુણવત્તાયુક્ત દવાઓનું ઉત્પાદન સુનિヘતિ કરે છે અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો માટે ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (GMP)નો સમાવેશ કરે છે.
સુધારેલ શેડ્યૂલ Mમાં કરાયેલા મુખ્ય ફેરફારોમાં ડ્રગ ક્વોલિટી સિસ્ટમ, ક્વોલિટી રિસ્ક મેનેજમેન્ટ, પ્રોડક્ટ ક્વોલિટી રિવ્યુ, લાયકાત અને ઉપકરણોની ચકાસણી અને તમામ દવા ઉત્પાદનો માટે કોમ્પ્યુટરાઈઝ્ડ સ્ટોરેજ સિસ્ટમ છે.
સૂત્રોએ સંકેત આપ્યો છે કે ફાર્માસ્યુટિકલ વિભાગ રિવાઇઝ્ડ ડ્રગ ટેક્નોલોજી અપગ્રેડેશન આસિસ્ટન્સ સ્કીમ પર કામ કરશે. આ યોજનાનો ઉદ્દેશ્ય દવા ઉત્પાદકોને દવાના ધોરણોને અનુરૂપ બનાવવા અને તકનીકી ક્ષમતાઓને સુધારવા માટે તકનીકી સહાય પૂરી પાડવાનો છે. બીજી ઉચ્ચ પ્રાથમિકતા એ કોમન કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ ૨૦૨૪નું યોગ્ય અમલીકરણ છે.
તેના નિયમો હેઠળ, દવાઓના અનૈતિક માર્કેટિંગ પર પ્રતિબંધ છે અને તબીબી પ્રતિનિધિઓ કોઈપણ આરોગ્ય નિષ્ણાતોને પ્રેરિત કરી શકતા નથી. આ અંગેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પરંતુ એક પડકાર આ યોજનાનો અમલ કરવાનો છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
