તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 10th June 2024
ગઇકાલે શપથ લીધા અને આજે મંત્રી પદ છોડવા તૈયાર કેરળના સાંસદ
ટૂંક સમયમાં પદ પરથી મુક્ત કરવામાં આવશે

નવી દિલ્હી તા. ૧૦ : મોદી સરકાર ૩.૦માં ગઇકાલે પીએમ મોદી સહિતના દિગ્ગજોને શપથ ગ્રહણ કર્યા હતા. આ તરફ હજી ગઇકાલે જ શપથ ગ્રહણ કરનારા કેરળમાં ભાજપના પ્રથમ સાંસદ સુરેશ ગોપીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સાંસદ સુરેશ ગોપીએ કેન્દ્રીય રાજય મંત્રી તરીકે શપથ લીધા બાદ હવે તેઓ મંત્રી પદ છોડે તેવી શક્યતા છે. શપથ ગ્રહણ સમારોહ પછી દિલ્હીમાં એક પ્રાદેશિક ચેનલ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તેમણે મંત્રી પદની માંગ કરી નથી અને આશા છે કે, તેમને ટૂંક સમયમાં પદ પરથી મુક્ત કરવામાં આવશે.
સાંસદ સુરેશ ગોપીએ પોતાનું મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, મેં ફિલ્મો સાઈન કરી છે અને તેણે તે કરવાની છે. સુરેશ ગોપીએ કહ્યું, હું થ્રિસુર સાંસદ તરીકે સેવા આપીશ. સુરેશ ગોપી થ્રિસુર સંસદીય મતવિસ્તારમાંથી જીત્યા અને કેરળના પ્રથમ ગ્થ્ભ્ સાંસદ તરીકે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. સુરેશે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર VS સુનીલકુમારને ૭૪૬૮૬ મતોથી હરાવ્યા.
સુરેશ ગોપીએ કહ્યું, મારો ઉદ્દેશ્ય સાંસદ તરીકે કામ કરવાનો છે. મેં કંઈપણ માંગ્યું નથી, મેં કહ્યું કે, મને આ પોસ્ટની જરૂર નથી. મને લાગે છે કે, મને ટૂંક સમયમાં આ પદ પરથી મુક્ત કરવામાં આવશે. થ્રિસુરના મતદારોને કોઈ સમસ્યા નથી. તેઓ આ જાણે છે અને એક સાંસદ તરીકે હું તેમના માટે ખરેખર સારું કામ કરીશ. મારે કોઈપણ કિંમતે મારી ફિલ્મો કરવી છે. મહત્વનું છે કે, જે થ્રિસુર બેઠક પરથી સુરેશ ગોપી જીત્યા હતા તે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ગઈ હતી. સુરેશ ગોપી લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા પહેલા રાજયસભાના સાંસદ પણ હતા. તેઓ ૨૦૧૬માં રાજયસભા માટે નોમિનેટ થયા હતા. રાજયસભામાં તેમનો કાર્યકાળ ૨૦૨૨ સુધીનો હતો. સુરેશ ગોપી મૂળ કેરળના અલપ્પુઝાના છે. તેમનો જન્મ ૧૯૫૮માં થયો હતો. તેમણે કોલ્લમમાંથી વિજ્ઞાન વિષયમાં ડિગ્રી લીધી અને અંગ્રેજીમાં માસ્ટર કર્યું. સુરેશ ફિલ્મો સાથે પણ સંબંધિત છે. તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. સુરેશ ગોપીએ ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. તેમને ૧૯૯૮માં આવેલી ફિલ્મ કલિયાટ્ટમ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ સિવાય તે લાંબા સમયથી ટીવી શો પણ હોસ્ટ કરી રહ્યા છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
