<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અસામાન્ય શિયાળો રેકોર્ડ તોડવા ધસમસતો આવી રહ્યો છે: લાંબો ચાલશે: 'લા નીના'ની આકરી અસર, ગુજરાત-મહારાષ્ટ્ર સુધી ધ્રુજારી અનુભવાશે; વિશ્વ હવામાન સંઘની ચેતવણી:ચિલ્લાઈ કલાન'નો સમયગાળો બનશે અતિશય આકરો: કાશ્મીરમાં શિયાળાનો સૌથી કઠોર ૪૦ દિવસનો 'ચિલ્લાઈ કલાન', તરીકે ઓળખાતો સમયગાળો, જે ૨૧ ડિસેમ્બરથી શરૂ થાય છે, તેમાં આ વખતે 'લા નીના'ની ચરમસીમા સાથે અત્યંત કાતિલ ઠંડી પડવાની આશંકા : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના મોજાંની આગાહી: જેની લહેર ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પહોંચવા સંભાવના: કેટલાક અહેવાલો મુજબ, આ શિયાળો છેલ્લા ૧૧૦ વર્ષનો ત્રીજો સૌથી ઠંડો શિયાળો સાબિત થઈ શકે છે:હિમાલયના પહાડી વિસ્તારોમાં વધુ ભારે હિમવર્ષા થવાની સંભાવના: હિમાલયનો ૮૬% હિસ્સો બરફથી ઢંકાઈ શકે છે: તાપમાન સામાન્ય કરતાં ૪ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જઈ શકે છે10:08 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીતિ આયોગના ‘રિ-ઈમેજિંગ એગ્રિકલ્ચર: અ રોડમેપ ફોર ફ્રન્ટીયર ટેકનોલોજી લેડ ટ્રાન્સફોર્મશન’નું વિમોચન કર્યું : દેશના એગ્રિકલ્ચર સેક્ટરને ભવિષ્ય માટે તૈયાર કરવામાં નીતિ આયોગનો રોડમેપ અગત્યની બ્લૂપ્રિન્ટઃ ભૂપેન્દ્રભાઈ પટેલ : આ રોડમેપમાં ડેટા-કનેક્ટિવિટી અને ઇન્ટેલિજેન્સને ડાયરેક્ટ કૃષિ વ્યવસ્થામાં સંકલિત કરવાનું વિઝન પ્રસ્તુત કરાયું છે : આ રોડમેપના મુખ્ય દિશાનિર્દેશો એગ્રિકલ્ચર સેક્ટરમાં ગુજરાતના વિઝન સાથે સંપૂર્ણપણે સુસંગત છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિ4:40 PM IST

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ માટે ઈલેકટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનના મહત્વના ક્ષેત્ર પર વિશેષ ફોકસ સાથેનું અભિયાન : વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત સેમિકોન ક્ષેત્રે અગ્રણી લીડર બનશે : સેમિકન્ડકટર સેક્ટરના વિકાસ પર ફોકસ કરવા ટાઈમ બાઉન્ડ પ્લાનિંગ અને નિયમિત ફોલોઅપ તથા ચોકસાઈ સાથે કાર્યો પૂરા કરવાના દિશાનિર્દેશો : ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ : ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો મેળવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજતા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ - નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી - સાયન્સ ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિ : ધોલેરા આગામી સમયમાં હાઈટેક ઉત્પાદનનું મોટુ કેન્દ્ર બનશે3:26 PM IST

મોરબીની શમીનાનું કારસ્‍તાનઃ રાજકોટની છઠ્ઠા ધોરણની છાત્રાને ઇન્‍સ્‍ટાગ્રામથી ફસાવી કાલાવડના શખ્‍સને હવાલે કરીઃ બળાત્‍કાર : એક વર્ષ પહેલા શમીનાએ રાજકોટથી ૧૩ વર્ષની બાળાને સોશિયલ મિડીયા પર ફ્રેન્‍ડ બનાવીઃ પછી કાલાવડના સ્‍વીગી બોય-ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટાર સતિષ ગોહેલ સાથે મિત્રતા કરાવીઃ બાદમાં પોતાના બોયફ્રેન્‍ડ ફૈઝાન સાથે મળી સગીરાને અટલ સરોવર પાસે લઇ ગઇઃ ત્‍યાંથી સતિષ એક ફલેટમાં લઇ ગયો અને બળાત્‍કાર ગુજાર્યો :ઘરેથી ગૂમ થયેલી બાળાના અપહરણનો ગુનો નોંધી ડીસીપી હેતલ પટેલની રાહબરીમાં ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા અને ટીમે બાળાને શોધી કાઢી પુછતાછ કરતાં ચોંકાવનારી વિગતો ખુલીઃ મોરબીની શમીના શાહમદાર, તેના બોયફ્રેન્‍ડ કાલાવડના સ્‍વીગીબોય ફૈઝાન ચાનીયા, અન્‍ય સ્‍વીગી-ઝોમેટો ડીલીવરીબોય સતિષ ગોહેલ અને શમીનાના રાજકોટ રહેતાં ભાઇ આફતાબ જુણેજાની ધરપકડ : આડેધડ સોશિયલ મિડીયા વાપરતાં સગીર સંતાનો પર વાલીઓએ નજર રાખવી જરૂરી : શમીના બાળાને મોરબી પોતાના ઘરે લઇ ગઇ ત્‍યારે શમીનાના ભાઇ આફતાબે ફ્રેન્‍ડશીપ કરવાનું કહી બિભત્‍સ અડપલા કરી લીધા : એએસઆઇ હર્ષભાઇ માવદીયા અને હેડકોન્‍સ. પ્રભાતભાઇ મૈયડની બાતમી પરથી ચારેય આરોપી ઝડપાયા2:18 PM IST

હું એલસીબીમાં છું,તારા પર ગુનો છે ટાંટીયા ભાંગી જશે...ફરીથી નકલી પોલીસ બની મિહીરે કુગશીયાએ ૨૦ હજાર પડાવ્‍યા : કોઠારીયા સોલવન્‍ટ બરકતીનગરના ટ્રાન્‍સપોર્ટના ધંધાર્થી સમીરભાઇ મુલતાની બસ પોર્ટથી રિક્ષામાં બેસી ઘર તરફ જતા'તા ત્‍યારે ઢેબર રોડ નાગરિક બેંક ચોક પાસે રિક્ષામાંથી ઉતારી ટુવ્‍હીલરમાં ફેરવી કેસ પતાવવા પૈસા દેવા પડશે કહી રોકડા લઇ ભાગ્‍યોઃ કલાકોમાં પકડાયો : દોઢમહિના પહેલા જ ઢેબર ચોકમાંથી મોરબીના યુવાનને ડી. સ્‍ટાફના નામે ઉઠાવી જાપટો મારી લૂંટ કરી હતીઃ અગાઉ પાંચ ગુનામાં સંડોવણીઃ પાસામાં પણ જઇ આવ્‍યો છેઃ ભક્‍તિનગર પોલીસમાં વધુ એક ગુનો નોંધાયો : માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમે કલાકોમાં પકડી લીધોઃ કિશનભાઇ અને ચિત્રકેતુસિંહની બાતમી2:20 PM IST