<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

ચોટીલા ડુંગર ખાતે છઠ્ઠી રાજ્ય કક્ષા “ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા”

૧૪ થી ૧૮ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે

સુરેન્દ્રનગર : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અને કમિશનર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં ચોટીલા ખાતે છઠ્ઠી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનાં જુનિયર વિભાગના ૧૪ થી ૧૮ વર્ષના યુવક અને યુવતીઓ કે, જેઓ તા.૩૧/૧૨/૨૦૨૫ ના રોજ ૧૪ થી ૧૮ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેવા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત નમુનામાં પ્રવેશપત્ર ભરવાનું રહેશે. આ ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગર ખાતેથી તથા કચેરીના બ્લોગ dydosnr.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકાશે. તેમજ ૬૩૫૩૩૬૩૫૬૭ નંબર પર વોટસએપ મારફત પણ ફોર્મ મેળવી શકાશે.

(1:03 AM IST)