તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
સુરતમાં ટ્યૂશન જતી કિશોરીના ગળા પર ચપ્પુ મૂકી ધમકી આપતા શખ્શની ધરપકડ
આરોપી પરવેઝ ઉર્ફે મોહમદ મોઈન આરીફ છેલ્લા કેટલાક સમયથી 17 વર્ષીય કિશોરીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો

સુરતમાં સગીરાને ધમકી આપતા શખ્સની ધરપકડ કરાઈ છે . આરોપીએ ટ્યૂશન જતી કિશોરીના ગળા પર ચપ્પુ મૂકી ધમકી આપી હતી. મહત્વનું છે કે આરોપી પરવેઝ ઉર્ફે મોહમદ મોઈન આરીફ છેલ્લા કેટલાક સમયથી 17 વર્ષીય કિશોરીને પ્રેમ સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો. આરોપીએ કિશોરીને સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. જોકે કિશોરીએ ઈનકાર કરતા આરોપી પરવેઝે કિશોરીના ગળા પર ચપ્પુ જેવું હથિયાર મુકીને ધમકી આપી હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
