તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
SGST ડિપાર્ટમેન્ટએ એક સાથે ત્રણ વર્ષનું ઓડિટ કરવા અને સ્ક્રુટીની માટેની નોટીસ અલગ-અલગ વર્ષની એક સાથે આપવા અંગે ચેમ્બરની રજુઆત

રાજકોટ, તા.૩: SGST ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં વર્ષ ૨૦૨૧-૨૨ માટે ચાલી રહેલ ઓડિટ પ્રક્રિયાના કારણે વેપાર-ઉદ્યોગકારોને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી તેને ધ્યાનમાં રાખી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીને ઉપ-મુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા SGSTના સયુંક્ત રાજય વેરા કમિશનરશ્રી એમ.એ. પટેલને નીચે મુજબની રજુઆત કરવામાં આવેલ છે.
(૧) GST ના ઓડિટ ૬૫ ના રૂલ્સ મુજબ હાલમાં ડિપાર્ટમેન્ટ દ્વારા નોંધાયેલ વેપારીઓ-પેઢીઓના વર્ષ ૨૦૨૧-૨૨ ના ઓડિટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ ખાસ એ રજુઆત છે કે વર્ષ ૨૦૨૧-૨૨, ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ નું એક સાથે ઓડિટ કરવું જોઈએ. જેનાથી એકાઉન્ટન્ટો ત્રણ વર્ષોના ડોકયુમેન્ટો એક સાથે ભેગા કરીને સીએ અથવા વવક્લોને આપી શકે અને ડિપાર્ટમેન્ટમાં રજુ કરી શકે તેમજ સમયસર જવાબો રજુ થઈ શકે.
(૨) કોમ્પ્યુટરરાઈઝ સોફ્ટવેર મારફતે જ સ્ક્રુટીની માટેની નોટીસ ઈશ્યું કરવામાં આવતી હોય છે. તો તે અલગ-અલગ વર્ષની એક સાથે નોટીસ ઈશ્યું કરવી જોઈએ.
આનાથી વેપારીઓ, એકાઉન્ટન્ટો, સીએ અથવા વકિલોને ઓડિટ પ્રક્રિયા માટે દર વર્ષે જહેમત ઉઠાવવી ન પડે અને સમય પણ બચી શકે અને ખોટી રીતે થતી કનડગત દુર થાય. સાથો સાથ વેપારીઓને વ્યાજ કે પેનલ્ટી જેવો અસહય વધારાનો બોજો સહન ન કરવો પડે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
(3:09 PM IST)










