તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Monday, 3rd November 2025
મનપાના જન્મ-મરણ વિભાગ અને આધાર કાર્ડ કેન્દ્રમાં લાં....બી કતારો
છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલ ઉપર બે-બે દિવસના ટાઇમ ટેબલથી થતી કામગીરીથી અરજદારોમાં દેકારોઃ કિટ અને સ્ટાફ વધારા મુદે પણ શાસકપક્ષ વિચારે

રાજકોટ, તા. ૩ઃ મહાનગર પાલિકાના જન્મ મરણ વિભાગમાં છેલ્લા છ માસથી ત્રણ પોર્ટલનો ડખ્ખો ઉભો થયો છે. સરળતા માટે તંત્ર દ્વારા ત્રણેય પોર્ટલ ઉપર બે બે દિવસ અલગ અલગ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. બહાર ગામથી આવતા અજાણ અરજદારોને ધરમનો ધક્કો થતો હોય ભારે રોષ જોવા મળી રહ્ના છે. જેની સામે તંત્રઍ પણ લોકોને ધક્કો ન થાય તે માટે ત્રણેય પોર્ટલની કામગીરી ઍક સાથે શરૂ કરી માનવતા દાખવી છે. પરંતુ આ કામગીરીમાં સમય વ્યસ્ત થતો હોય. આજે પણ કચેરી ખાતે અરજદારોની લાઇનો જોવા મળી રહી છે. છ-છ મહિનાથી અજરદારો પરેશાન થઇ રહ્ના છે. છતાં પદાધિકારીઓઍ ઍક પણ વખત આ મુદ્દે જન્મ-મરણ વિભાગ સાથે ચર્ચા કરી સ્ટાફ અને કિટ વધારવાની તસદી લીધી નથી. જેનો ભોગ જન્મ-મરણ વિભાગનો સ્ટાફ બની રહ્ના છે. મનપાના જન્મ-મરણ વિભાગમાં રોજેરોજ લાગતી અરજદારોની લાઇનોથી વિભાગીય સ્ટાફ જવાબો આપી કંટાળી ગયો છે. પોર્ટલમાં કોઇ જાતની છેડછાડ કે સુધારા વધારા કરવાની સત્તા ફકત સરકાર પાસે હોવાથી ધીમી ગતીઍ કામગીરી ચાલુ રાખવામાં આવી છે અને અરજદારો પણ સવારથી કચેરી ખાતે લાઇનો લગાવી રહ્ના છે. છતા લાચર અરજદારોની પરેશાની હલ કરવાના બદલે પદાધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્ના છે.
મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ માસથી અંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી ૨૦૨૦ પછીની ઍન્ટ્રી થઇ શકતી હોય ૨૦૨૦ પહેલાના તમામ ડેટાઓ રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રઍ મનપાઍ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૫ પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૦ પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી છે. જેના માટે અરજદારોને સાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્ના છે.
જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાઍ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પોર્ટલને કાર્યરત કરવા સુચના આપી હતી. સાથોસાથ આધાર કાર્ડ કેન્દ્રમાં પણ સુધારા વધારા માટે લાંબી લાઇનો જાવા મળી રહી છે
(3:58 PM IST)










