<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

સંજુ સેમસન અને કે એલ રાહુલ આગામી આઇપીએલની સિઝનમાં અન્‍ય ટીમોમાં રમતા જોવા મળશે!

રાહુલ કોલકતા અને સંજુ સાથે દિલ્‍હીની ટીમ સાથે જોડાય તેવી શકયતા

મુંબઇઃ  ૨૦૨૬ ની શરૂઆત થવામાં લગભગ ચાર મહિનાનો સમય બાકી છે, ત્‍યારે તમામ ફ્રેન્‍ચાઈઝી આગામી સિઝન માટે પોતાની ટીમોમાં મોટા ફેરફારો કરવાની તૈયારી કરી રહી છે. આ વચ્‍ચે, એક મોટા અહેવાલ મુજબ, સ્‍ટાર ખેલાડીઓ સંજુ સેમસન અને કેએલ રાહુલ આગામી સિઝન પહેલા પોતપોતાની ટીમો બદલી શકે છે. આ બંને ખેલાડીઓ માટે ટ્રેડ ડીલ થઈ શકે છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ સંજુ સેમસન અને કેએલ રાહુલ આઈપીએલ ૨૦૨૬ માં નવી ટીમો સાથે મેદાનમાં ઉતરી શકે છે. દિલ્‍હી કેપિટલ્‍સ નો વર્તમાન ખેલાડી કેએલ રાહુલ કોલકાતા નાઈટ રાઈડર્સ માં જોડાઈ શકે છે. જોકે, દિલ્‍હી કેપિટલ્‍સ રાહુલને છોડવા તૈયાર નથી, કારણ કે તેની બ્રાન્‍ડ વેલ્‍યુ સારી છે. આ સાથે જ તેને ગયા સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તો KKR એક અનુભવી કેપ્‍ટન અને ટોચના ક્રમના બેટ્‍સમેનની શોધમાં છે, અને તેથી તેઓ રાહુલને પોતાની ટીમમાં લાવવા માંગે છે. રાહુલે ગત વર્ષે મીની-ઓક્‍શનમાં દિલ્‍હી કેપિટલ્‍સ સાથે કરાર કર્યો હતો

(3:00 PM IST)