<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

મહુવાના મુસ્‍લિમ પરિવારને તળાજા નજીક અકસ્‍માતઃ બાળકનું મૃત્‍યુ, ૭ ઘાયલ

નેશનલ હાઇવે પર રખડતા ખૂંટીયા સાથે પુરપાટ ઝડપે દોડતી કાર અથડાઈઃ આગળથી બુકડો બોલી ગયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩: તળાજા પંથકમાં છેલ્લા સાતેક દિવસ દરમિયાન નાના મોટા દરરોજ અકસ્‍માત થાય છે. જેમાં  મહુવાનો મુસ્‍લિમ પરિવારનો અકસ્‍માત ખુંટિયા સાથે થતા એક નવ વર્ષના બાળકનું મળત્‍યુ થયું છે. સાત વ્‍યક્‍તિ ઘાયલ થતા તળાજા સારવાર આપી મહુવા વધુ સારવાર માટે લઇ જવામાં આવ્‍યા હતા.

 ભાવનગર મહુવા સુધીના નેશનલ હાઇવે પર સૌથીવધુ રખડતા ખૂંટીયા, કુતરા નો ત્રાસ હોય તો તળાજા આસપાસ અને ખાસ કરીને ધારડી ગામ નજીક છે. નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે અહીંથી ખુંટિયાઓને હટાવાતા નથી જેને લઈ વર્ષ દરમિયાન અનેક મુસાફરો મોતને ભેટે છે. આવી જ વધુ એક ઘટનાનો ભોગ મહુવાનો મુસ્‍લિમ પરિવાર બન્‍યો છે.

રાત્રીના ૯.૩૦ કલાકના સમયગાળામા કાર નં.જીજે ૦-૧ આર.એફ-૧૨૩૩ નો ખૂંટીયા સાથે ધારડી નજીક અકસ્‍માત થતા કાર નો આગળ ના ભાગે થી બુકડો થઈ ગયો હતો. તળાજા૧૦૮ ને જાણ કરતા ૭ જેટલા ઇજાગ્રસ્‍ત ને સરકારી હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા હતા.

જેમાં ઉસ્‍માનગની એજાજભાઈ ઉ.વ ૯ ને તબીબે મળત જાહેર કરેલ. અતિજા એજાજભાઈ એદૃશી, એજજભાઈ સાલેમિયા, બિલાલ એજાદબાપુ, નેમદ અલીભાઈ, અલીભાઈ અમીનભાઈ, સિકરા અલીભાઈ બગોતને નાની મોટી ઇજાઓ થતા વધુ સારવાર માટે મહુવા લઇ જવામાં આવ્‍યા હતા. ખૂંટીયો પણ સ્‍થળ પર જ મળત્‍યુ પામ્‍યો હતો.

નેશનલ હાઇવે પર પશુઓ સાથે વાહન અથડાઈ ને થતા ગોઝારા અકસ્‍માત ને લઈ નિર્દોષ લોકો તેમાંય અમુક તો ઘર-પરિવાર નો આધાર સ્‍તંભ છે તેવા લોકો મોત ને ભેટે છે. નેશનલ હાઇવે પર પશુઓ અડીંગો ન જમાવે તે માટે એજન્‍સીઓ નિમેલી હોય છે તેની બે જવાબદારીના પાપે પશુઓ સાથે નિર્દોષ મુસાફરો કમોતે મરે છે. આથી અકસ્‍માતને લગતી જવાબદારી ફિક્‍સ કરી તેઓની સામે ફૌજદારી કાર્યવાહી થવી જોઈએ તેવી લાગણી સાંભળવા મળી હતી.

(1:32 PM IST)