તા. ૧૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૨ મંગળવાર
News of Monday, 3rd November 2025
નીતિ આયોગની પહેલોને અપનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર : “વિકસિત ભારત” માટે વ્યાપક રોડમેપ તૈયાર ભુપેન્દ્રભાઈ પટેલ
નીતિ આયોગની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું

અમદાવાદ : નીતિ આયોગની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, નીતિ આયોગની પહેલોને અપનાવવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને “વિકસિત ભારત” માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેતીને અત્યાધુનિક બનાવવા માટે અનેક પગલાં લીધા છે. આ રોડમેપ કૃષિ ક્ષેત્રના વિકાસની ચાવી સાબિત થશે. ભૂપેન્દ્ર ભાઈ પટેલે વધુમાં ઉમેર્યું કે, ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે એક વિગતવાર બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને વધુ ઉપજ અને નફો મળી શકે. તેમણે કહ્યું કે, કૃષિ માટે ડેડિકેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે, જે ખેડૂતોને ટેકનોલોજી, માર્કેટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ દોરી જશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
