<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

એઈડસ જનજાગૃતિના અરૂણ દવેનો જન્‍મદિનઃ ૬૯માં વર્ષમાં પ્રવેશ

 

રાજકોટઃ એઈડસ પ્રિવેન્‍શ કલબના અને લેખક, પત્રકાર અરુણ દવેનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૬૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. એઈડ્‍સ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કરીને એઈડ્‍સ ક્‍લબની સ્‍થાપના કરવામાં આવી હતી. આતરરાષ્‍ટ્રીય ફલક પર તેમના એઈડ્‍સ જાગૃતિના- રેકોડ બ્રેક કાર્યક્રમની વેશ્વિક સ્‍તરે નોંધ લેવાઈ હતી. તેઓએ એઈડ્‍સ વિષયક મેગેઝીન પણ શરૂ કર્યુ હતું. વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ થયેલ રેડ રિબનનો રેકોર્ડ પણ કર્યો હતો. તેઓએ પ્રથમ વખત હેલ્‍પલાઈન શરૂ કરી છે. વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઈઝેશન, યુ એન એઈડ્‍સ ઈન્‍ટરનેશનલ સોસાયટી જેવી સંસ્‍થાઓએ તેઓના કાર્યક્રમની સલાહ કરી છે. (મો.૯૮૨૫૦ ૭૮૦૦૦)

(2:11 PM IST)