<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

રેસકોર્ષના મેદાનમાં યોજાનાર ડો.કુમાર વિશ્‍વાસની ‘જલકથા'ના મધ્‍યસ્‍થ કાર્યાલયનું બુધવારે ઉદ્ધાટન

આર્ષ વિદ્યામંદિરના સ્‍વામી પરમાત્‍માનંદજી કાર્યાલયનો પ્રારંભ કરાવશે

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટેના ૧,૧૧,૧૧૧ સ્‍ટ્રક્‍ચરો તૈયાર કરવાના સંકલ્‍પ સાથે રાજકોટમાં કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા યોજનાર ડો.કુમાર વિશ્વાસની જલકથા અપને અપને શ્‍યામ કી'ના મધ્‍યસ્‍થ કાર્યાલયનું તા.૫ના સાંજે ૫ કલાકે ઉદ્ધાટન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા આગામી ૧૫, ૧૬ અને ૧૭ ડિસેમ્‍બરના રોજ રેસકોર્સ મેદાન ખાતે દરરોજ રાત્રે ૮ થી ૧૨ દરમિયાન પ્રસિદ્ધ કવિ, તત્‍વચિંતક અને કથાકાર ડો.કુમાર વિશ્વાસ ‘જલકથાઃ અપને અપને શ્‍યામ કી'ના માધ્‍યમથી ભગવાન શ્રી કૃષ્‍ણના જીવનના વિવિધ પાસાઓને પાણીના મહત્‍વ સાથે જોડીને રસપ્રદ રીતે રજૂ કરશે.જળકથાના મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્ધાટન ‘ઉમા સદન', જે.કે.ચોક પાસે, ઉમા સદન રોડ, યુનિવર્સિટી રોડ પાસે, રાજકોટ ખાતે આર્ષ વિદ્યા મંદિર મુંઝકાના સ્‍વામી શ્રી પરમાત્‍માનંદ સરસ્‍વતીજી મહારાજ કરશે.આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટના પ્રમુખ દિલીપભાઈ સખીયા, વિરાભાઈ હુંબલ, જામનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્‍તીભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:15 PM IST)