તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
રાજ્યભરમાં થયેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતો માટે રાહત પેકેજની ટૂંક સમયમાં જ ભુપેન્દ્રભાઈ પટેલ જાહેરાત કરશે : 5 હજાર કરોડથી વધુનું રાહત પેકેજ હોવાની સંભાવના
ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરમાં સતત બેઠકો કરી નુકસાની અંગે તેમ જ ખેડૂતોને કેવી રીતે અને કેટલું રાહત પેકેજ આપવું ? તે અંગે બેક ટુ બેક બેઠકો કરીને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.3 રાજ્યભરમાં થયેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ખૂબ જ નુઙકસાની ગઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યભરમાં વરસાદના લીધે થયેલ નુકસાનીનો સર્વે કરવા ગાંધીનગરથી કડક આદેશ છોડવામાં આવ્યો હતો ત્યારે રાજ્યભરમાં સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ તરફ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ગાંધીનગરમાં સતત બેઠકો કરી નુકસાની અંગે તેમ જ ખેડૂતોને કેવી રીતના અને કેટલું રાહત પેકેજ આપવું તે અંગે બેક ટુ બેક બેઠકો કરી ટૂંક સમયમાં જ રાહત પેકેજની જાહેરાત કરશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ રાહત પેકેજ 5 હજાર કરોડથી વધુનું હશે.
ઉલ્લેખની છે કે કમોસમી વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં ખેડૂતોને ભારે નુકસાની સહન કરવી પડી છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા આ અંગે હજુ સર્વેની કામગીરી ચાલુ હોવા છતાં અનેક ઠેકાણે આવેદનપત્રો,રસ્તા રોકો,ઉગ્ર આંદોલન સહિતની ચીમકી ઉચ્ચારતા હોય ભાજપ સરકાર વધુ બદનામ ન થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા ગમે તે ઘડીએ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
