તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
રાજયના વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં મોટા પરિવર્તનના એંધાણ, કેટલાક ડેપ્યુટેશન પર દિલ્હી જાય તેવી પણ ચર્ચા

રાજકોટ, તા. ૩: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના નવસર્જન પછી હવે રાજ્યની બ્યુરોક્રેસી અને પોલીસ વિભાગમાં મોટાપાયે પરિવર્તન થાય તેવી ચર્ચા ચાલી રહી છે. આમ તો કેબિનેટના મંત્રીની માગણી પ્રમાણેના અધિકારીઓ મળવા મુશ્કેલ બની રહ્નાં છે, તેમ છતાં ગુણદોષ અને કામના અનુભવને જોતાં વિભાગોના સેક્રેટરીઓના હાલના પોર્ટફોલિયોમાં મોટાપાયે બદલીઓ સંભવ બની છે. ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત નવા આવેલા મંત્રીઓના વિભાગોમાં પરિવર્તન નિશ્ચિત બન્યું છે. રાજ્યમાં આવતા વર્ષે ગમે ત્યારે સ્થાનિક ચૂંટણીઓ આવી શકે છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ વિભાગમાં ફેરબદલ થઇ શકે તેમ છે. ગૃહ વિભાગના કેટલાક અધિકારીઓ પાસે બેવડા ચાર્જ છે, સિનિયર અધિકારીઓને ત્રણ કે તેથી વધુ વર્ષ થઇ ચૂક્યાં છે તેમની બદલી થવાની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. હાલ તો નવા મંત્રીઓ તેમના વિભાગની મુલાકાતો લઇને કામની સમજ કેળવી રહ્નાં હોવાથી વિભાગોમાં ઉત્સવ જેવો માહોલ દેખાઇ રહ્ના છે. ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં ૧૨ ઍવા ચહેરા છે કે જેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે અને પહેલી જ ટર્મમાં મંત્રીપદ મળ્યું છે તેથી તેઓ તેમના વિભાગના અધિકારીઓ સાથે સંકલન બનાવી રહ્નાં છે.
આવતા વર્ષે ૧૯૯૬ની બેચમાં ACSના પ્રમોશન નિશ્ચિત
ગુજરાતના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીને ટૂંકસમયમાં ઍડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ના પ્રમોશન નિશ્ચિત બન્યાં છે. સિનિયર અધિકારીઓની નિવૃત્તિ અને નોકરીનો સમયગાળો જોતાં રાજ્ય સરકાર આ પ્રમોશન આપતી હોય છે. આ વખતે ૧૯૯૬ની બેચના મોના ખંધાર, ડો. ટી. નટરાજન, રાજીવ ટોપનો, મમતા વર્મા અને મુકેશકુમારનો ક્રમ આવી શકે છે. જો કે મોના ખંધારનું સેન્ટ્રલ ડેપ્યુટેશન પણ પેન્ડીંગ છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૨૬ના પ્રારંભમાં આ અધિકારીઓને પ્રમોશન મળે તેવી સંભાવના છે. છેલ્લે જુલાઇ ૨૦૨૫માં નિવૃત્ત થયેલા ACS કક્ષાના અધિકારીઓમાં જેપી ગુપ્તા અને કમલ દાયાણી પછી હવે નવેમ્બરમાં ૧૯૮૯ બેચના સુનયના તોમર અને ડિસેમ્બરમાં ૧૯૯૧ની બેચના ઍસજે હૈદર નિવૃત્ત થઇ રહ્નાં હોવાથી આ કક્ષામાં વધુ જગ્યાઓ ખાલી પડી રહી છે. ખ્ઘ્લ્ની જેમ ૨૦૦૧ની બેચના અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીના પ્રમોશન આપવામાં આવે તેવું પણ લાગી રહ્નાં છે. ઍટલ કે આવનારા બે મહિનામાં રાજ્યના વહીવટી તંત્રમાં પ્રમોશનની મોસમ અને મોટા ફેરફારો સંભવ બની રહ્નાં છે.
ડેપ્યુટેશનથી કોઇ પાછા આવશે, કોઇ દિલ્હી દરબારમાં જશે
ગુજરાતમાં અધિકારીઓના ડેપ્યુટેશન ઍ સામાન્ય બાબત છે પરંતુ રાજ્યમાં અધિકારીઓની ઘટ જોતાં બહુ ઓછા અધિકારીઓને દિલ્હી દરબારમાં મોકલવામાં આવે તેવું લાગી રહ્નાં છે. કેન્દ્રમાં ડેપ્યુટેશન ધરાવતા બે અધિકારી – ઇનસ્પેસ, અમદાવાદમાં જોઇન્ટ સેક્રેટરી લોચન સેહરા અને કેન્દ્રના ડિફેન્સ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો. અજયકુમાર તો પાછા આવી રહ્નાં છે, ર્શ્રી જયપ્રકાશ શિવહરેનું પણ ડેપ્યુટેશન નક્કી થઈ ગયું છે. સાથે જ શાહમીના હુસેનનો માર્ગ મોકળો બની રહ્ના છે. અન્ન અને નાગરિક પુરવઠાના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કાર્યરત મોના ખંધાર ડેપ્યુટેશન પર નવી દિલ્હી જઇ રહ્નાં હોવાની ચર્ચા તેજ બની છે. અગાઉ પણ તેઓ ડેપ્યુટેશન પર જઇ આવ્યા છે. આ સાથે ઍવું ચર્ચાઇ રહ્નાં છે કે સેન્ટ્રલ ડેપ્યુટેશન પર ગયેલા અજય ભાદુ અને સંધ્યા ભુલ્લર પણ પાછા આવે તો નવાઇ પામવા જેવું નહીં હોય!
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
