તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
દિવાળી બાદ પણ ટ્રેનો ફૂલઃ ભારતની મુસાફરી પણ ટ્રેનો દુષ્કર
વેકેશન બાદ પણ મુસાફરોનો અતિ ભારે ધસારો

અમદાવાદ,તા.૦૩: દિવાળી વેકેશન પુરૂ થવાને આરે છે તેમ છતાં અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોએ મુસાફરોને હજુ સુધી રાહત આપી નથી! ટ્રેન રિઝર્વેશનમાં ભારે ભીડના કારણે સ્લીપર કલાસમાં ટિકિટ મેળવવી મુશ્કેલ બની ગઇ છે. અનેક ટ્રેનોમાં હાઉસફૂલ અને રિગ્રેટના બોર્ડ વાગી ગયા છે. જેના કારણે મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભારે રિઝર્વેશનના કારણે લાંબુ વેઇટિગ લિસ્ટ કેટલીક ટ્રેનોમાં ચાલી રહ્યું છે. જેના કારણે છેલ્લી ઘડીએ મુસાફરોએ બસ અથવા ફલાઇટ તરફ વળવું પડી રહ્યું છે.
બસ અને ફલાઈટોના ભાડા પણ વધુ છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન તરફ જતી ટ્રેનોમાં જનરલ કોચની સ્થિતિ દયનિય છે. પારિવારીક મુલાકાતો, ધાર્મિક પ્રવાસ અને વેપારી અવર-જવરના કારણે આ રૂટ તરફ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ આ વખતે વતનમાં જતા અને શહેરોમાં પૂનઃપ્રવેશી રહેલા મુસાફરોની સંખ્યા વધી છે. જોકે ઘણા પ્રવાસીઓ હજુ સુધી શહેરોમાં પરત ફર્યા પણ નથી. બીજી તરફ લગ્નગાળો શરૂ થયો હોવાથી ઉત્તરના રાજ્યો તરફ જવાનો મુસાફરોનો ધસારો વધ્યો છે. મુસાફરોનું કહેવું છેકે તત્કાલ ટિકિટ મેળવવાનું પણ મુશ્કેલ છે. રેલવેએ હજુ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવી જોઇ એ. દિવાળી બાદ હવે સમય મળ્યો છે તેમ માનતા મુસાફરો માટે હાલ સ્થિતિ મુશ્કેલ છે. ઉત્તર ભારત તરફનો રેલવે ટ્રાફિક હજુ શાંત થવાનું નામ લેતો નથી.(૪૦.૧૫)
મુખ્ય ટ્રેનોના સ્લીપર ક્લાસની હાલની સ્થિતિ
*અમદાવાદ-પટના (૧૯૪૮૩) તા.૪ થી ૨૯ નવેમ્બર સુધી હાઉસફૂલ
*અમદાવાદ-ઉજ્જૈન (૧૯૧૬૭) તા.૩ થી ૨૭ નવેમ્બર સુધી હાઉસફૂલ
*અમદાવાદ-દિલ્હી (૧૯૦૩૧) તા.૩ થી ૮ નવેમ્બર સુધી હાઉસફુલ
*અમદાવાદ-જોધપુર(૨૦૪૯૨) તા.૩ નવેમ્બરથી તા.૧ ડિસેમ્બર સુધી હાઉસફૂલ
*અમદાવાદ-આગ્રા કેન્ટ(૧૨૯૪૭) તા.૩ થી ૨૬ નવેમ્બર સુધી હાઉસફૂલ
*અમદાવાદ-અજમેર (૧૨૯૧૫) તા.૩ થી ૯ નવેમ્બર સુધી હાઉસફુલ
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
