<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રાજકોટમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં : પોલીસે ચાની કિટલી અને પાનની દુકાનો બંધ કરાવી દીધી

બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાની ગાડીઓનું પણ ચેકીંગ શરુ: લુખ્ખાઓની બેઠક હોય તેવી જગ્યાઓ પર કાર્યવાહી કરાઇ

રાજકોટમાં અસામાજિક તત્વો સામે પોલીસ મેદાનમાં ઉતરી છે  આજે રાત્રે પોલીસે ચાની કિટલી, પાનની દુકાનો બંધ કરાવી છે તથા લુખ્ખાઓની બેઠક હોય તેવી જગ્યાઓ પર કાર્યવાહી કરાઇ રહી છે. આ સાથે  બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વિનાની ગાડીઓનું પણ ચેકીંગ શરુ કરાયું છે.  પોલીસે વૉટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. ઉલ્લેખનિય છે કે છેલ્લા 3 દિવસથી જુદાજુદા વિસ્તારમાં પોલીસનું સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે કારણ કે  15 દિવસમાં રાજકોટમાં હત્યા, ફાયરિંગના બનાવો બન્યા હતા અને તેથી પોલીસની કામગીરી પર  અનેક સવાલો ઉઠ્યા હતા

 

(12:14 AM IST)