<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

વેસ્‍ટ ઝોનમાં કૂલ વોર્ડ-૬: ચર્ચા માત્ર એકની!

મનપા પદાધિકારીઓ દ્વારા યોજાયેલ વિવિધ કામો અંગે રિવ્‍યુ બેઠકમાં ફકત વોર્ડ નં.૧૧ની માહિતી મેળવાતા તર્ક- વિતર્ક : શાસક પક્ષ નેતા અને સ્‍થાનીક કોર્પોરેટર લીલુબેન હાજર ન રહેતા મોઢા એટલી વાતો શરૂઃ પ્રદેશ આગેવાનની ઉપસ્‍થિતીઃ આશ્‍ચર્યચકિત

રાજકોટ,તા.૩: કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્‍યારે શાસકો દ્વારા વિકાસકામો અંગે ઝોન વાઇઝ રિવ્‍યુ બેઠકો કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત શનિવારે વેસ્‍ટ ઝોન કચેરી ખાતે મનપા પદાધિકારીઓ તથા પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરાની ઉપસ્‍થિતિમાં  રિવ્‍યુ બેઠક યોજાઇ હતી. આ ઝોનમાં આવતા ૬ વોર્ડમાંથી માત્ર વોર્ડ નં.૧૧ની જ રિવ્‍યુ બેઠકમાં ચર્ચા થતા અનેક તર્ક-વિતર્ક ઉભા થયા છે.

ઉપરાંત વોર્ડ નં.૧૧ ના કોર્પોરેટર અને શાસક  પક્ષ નેતા લીલુબેન જાદવ જ હાજર ન રહેતા રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચામાં શરૂ થઇ ગઇ છે.

માત્ર એક વોર્ડની જ રિવ્‍યુ બેઠક યોજવા પાછળ આ વોર્ડમાં લોકોના પ્રાથમિક સુવિધાઓ, રોડ-રસ્‍તાના વિરોધના કારણે વોર્ડ નં.૧૧ માં સોૈથી વધુ વિકાસકામો મંજુર કર્યા હોવાથી માત્ર તેની જ રિવ્‍યુ બેઠક કરાઇ હોવાનું સુત્રોમાંથી કારણ જાણવા મળ્‍યું છે.

જો કે આગામી સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણીને ધ્‍યાને રાખી મનપા દ્વારા તમામ વોર્ડની રિવ્‍યુ બેઠક અંગે તખ્‍તો ગોઠવાતો હોવાનું પણ જાણવા મળ્‍યું છે.

વોર્ડ નં.૧૧માં હાલ અનેક સોસાયટીઓને હાઇરાઇઝ બિલ્‍ડિંગો બનવા લાગી છે. વોર્ડનો વ્‍યાપ વધતા રોડ રસ્‍તા સહિતના કામો કરવા જરૂરી બન્‍યા છે. તંત્ર દ્વારા વોર્ડ નં.૧૧ માટે અનેક રોડ રસ્‍તા સહિતના પ્રોજેકટ મંજૂર કર્યા છે. પરંતુ અગાઉ તૈયાર થયેલા રોડ રસ્‍તાઓ ચોમાસા દરમિયાન તૂટી જતા સ્‍થાનિકોએ વિરોધ પ્રદર્શન સહિતાના કાર્યક્રમો આપ્‍યા હતા તેવી જ રીતે લોકોએ ચૂંટીને મોકલેલા પોતાના કોર્પોરેટરોને પણ અનેક વખત ફરિયાદો કરી હતી. છતા સમયસર કામ શરૂ થયા ન હતા.

આ મુદ્દે કોર્પોરેટરોના સૂત્રો પાસથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોર્પોરેટરો દ્વારા મુકવામાં આવેલા કામો સમયસર મંજૂર થતા નથી તેવી જ રીત જે રોડ રસ્‍તાઓના કામો મંજૂર થયા હોય તેનુ ખાતમુહૂર્ત કરી કામ શરૂ થયા બાદ અટકાવી દેવામાં આવી રહ્યુ છે. જેનો મતલબ કે, કોર્પોરેટરોનું કોર્પોરેશનમાં ઉપજતુ ન હોય લોકોને જવાબ દેવો ભારે પડી રહ્યો છે. આ પ્રકારનો વિરોધ વંટોળ લગભગ દરેક વોર્ડમાં જોવા મળી રહ્યો છે.

પરંતુ વોર્ડ નં.૧૧માં લોકોના પ્રશ્નો હલ ન થતા હોય તેવી ફરિયાદોની સામે સતત પ્રજાના કામમાં વ્‍યસ્‍ત રહેતા કોર્પોરેટરોને હવે ભારે પડી રહી છે. જેના લીધે અંદરો અંદર અસંતોષ જોવા મળી રહ્યો છે અને અમૂક લોકો કોર્પોરેટરો અમને બટકી ગયા છે. તેવુ કહેતા જોવા મળી રહ્યા છે. જેના લીધે કોર્પોરેટરોને પણ આ પદ લીધાનો વસવસો થઇ રહ્યો છે. છેલ્લા ત્રણ માસથી આ પ્રકારની ચર્ચાઓ ઉપર સુધી પહોંચતા પ્રદેશ ઉપપ્રમુખે શનિવારે તમામ પદાધિકારીઓને વેસ્‍ટઝોન કચેરીએ બોલાવી લોકોના કામ અંગે ચર્ચા કરી ડે.કમિશનર સહિતનાઓને પણ આ મુદ્દે સૂચના આપી હતી.(૨.૧૭)

 

(4:06 PM IST)