News of Monday, 3rd November 2025
મહુવા પંથકમાં નિંદ્રાધીન વૃદ્ધાની હત્યા કરી દાગીનાની લુંટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩ :.. મહુવા તાલુકાના કોંજળી ગામે પોતાના ઘરે સુતી વળદ્ધા નું ગળું અને મોઢું દબાવી હત્યા કરી કાનમાં પહેરેલ સોનાની કડીઓની લૂંટ ચલાવી આરોપી નાસી છૂટયો હતો.
કોંજળી ગામે રહેતા ઉજીબેન વલ્લભ ભાઈ પ્રજાપતિ ઉં. વ.૮૫ પોતાના ઘરે ઓસરીમાં સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ એ આવી ઉજીબેનનું ગળું અને મોઢું દબાવી હત્યા કરી બેને કાનમાં પહેરેલ સોનાની કડી નંગ ૬ તથા કાનમાં પહેરેલ સોના ની ટોટી નંગ ૨ ની લૂંટ ચલાવી નાખી છૂટયા હતા. બનાવની જાણ થતા જ મહુવા પોલીસ નો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે મળતક ના પૌત્ર વિજયભાઈ વાળાએ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (પ-
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
