News of Monday, 3rd November 2025
મનહર પ્લોટમાં રૂ.૩૧ હજારના દારૂ ભરેલી વર્ના કાર સાથે ગૌતમ પકડાયો
પીસીબીના એએસઆઇ ઘનશ્યામસિંહ ચૌહાણ, મહિપાલસિંહ ઝાલા અને હેડ કોન્સ. હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ, તા., ૩: શહેરના મનહર પ્લોટમાં પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ૩૧ હજારના વિદેશી દારૂ ભરેલી વર્ના કાર સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મનહર પ્લોટમાં વિદેશી દારૂ ભરેલી કાર નીકળવાની હોવાની પીસીબીના એએસઆઇ ઘનશ્યામસિંહ ચૌહાણ, મહિપાલસિંહ અને હેડ કોન્સ. હરદેવસિંહ રાણાને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી મનહર પ્લોટ શેરી નં. ૧પ માંથી વર્નાકારને પકડી તલાશી લેતા તેમાંથી રૂા. ૩૧ર૦૦ની કિંમતની વિદેશી દારૂની ર૪ બોટલ મળી આવતા ચાલક ગૌતમ રાજેશભાઇ કાથરાણી (ઉ.વ. ર૩) (રહે. મીલપરા મેઇન રોડ પર ગીતા એપાર્ટમેન્ટ બ્લોકો નં. એ-૧૭)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
આ કામગીરી પીસીબીના ઇન્ચાર્જ પી.આઇ. એમ.આર.ગોંડલીયા તથા એમ.જે.હુણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, રાજુભાઇ દહેકવાલ, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમાર તથા જયેશભાઇ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.
(2:46 PM IST)










