<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

દિવાળીમાં સરકારી કચેરીમાં મોંઘીદાટ ગિફટ્‍સ અપાઈઃ એસીબીએ એક્‍પણ કેસ ન નોંધ્‍યો

દિવાળીમાં સરકારી કચેરીની બહાર એસીબી વોચમાં જોવા મળી જ નહીં : સામાન્‍ય કર્મી વિરૂદ્ધ ૨૦ રૂપિયાની લાંચનો ગુનો નોંધતી એસીબી દિવાળીમાં વેકેશન મોડમાં જોવા મળી

 

 

અમદાવાદ તા.૩: દિવાળીના તહેવારમાં ભેટ સ્‍વરૂપે લાંચ આપવાની પ્રથા પર આશિક કાબૂ મેળવવામાં એસીબીને સફળતા હાંસલ થઈ હતી ત્‍યાં આ દિવાળીમાં એસીબીએ ઢીલાશ દાખવી હોવાની ચર્ચા છે. સામાન્‍ય રીતે દિવાળી નજીક આવતાની સાથે જ એસીબીની જુદી જુદી ટીમી એક્‍ટિવ થઈ સરકારી ક્‍ચેરીઓની બહાર વેશ પલટો કરી વોચમાં રહે છે. જોકે, આ વર્ષે દિવાળીમાં એસીબીએ સરકારી કચેરીઓમાં ભેટ આપવા આવતા હોય તેવા કોઈપણ વ્‍યક્‍તિને અટકાવ્‍યા હોય તેવો એકપણ કેસ નોંધ્‍યો નથી. તેમ નવ ગુજરાત સમય જણાવે છે. એન્‍ટિકરપ્‍શન બ્‍યૂરો લાંચિયા સરકારી બાબુઓ અને તેમની અને જે તે પાછી વચ્‍ચે ગોઠવકા કરી આપતા ખાનગી વ્‍યક્‍તિ, કે જે વચેટિયાની ભૂમિકા ભજવતા હોય છે, તેમની સામે કાર્યવાહી કરે છે. દિવાળીના તહેવારમાં સરકારી કચેરીઓમાં અને મોપીદાટ ગિફટો ઘાંચ સ્‍વરૂપે સરકારી ૨૯ કીઓને લોકો આપતા હોય છે, આવા સમયે સરકારી કચેરીની બહાર એસીબીના પીઓ ગોઠવાઈ જતા હોય છે. આવી ન ગિફટ આપનાર તથા સ્‍વીકારનાર કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરંતુ આ વર્ષે દિવાળીના તહેવારમાં શરૂ થયો અને પૂરો પણ થઈ ગયો છતાં એસીબી દ્વારા આવી સરકારી કચેરીની બહાર મોવીદાટ ગિફટ આપનાર લોકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હોવાની ચર્ચા ચાલી રહી છે.(૩૮.૧૫)

 દિવાળીના તહેવારમાં એસીબી નિષ્‍ક્રિય

પોલીસ વિભાગમાં કામ કરતા નાના કર્મોઓ વિરુદ્ધ છે. ૨૦ની પણ લાંચ અંગેનો ગુનો નોંધતા એસીબી અચકાતી નથી. પરંતુ તહેવારમાં સરકારી કચેરીમાં મોંઘીદાટ ગિફટોનું વિતરણ કરવામાં આવ્‍યું ત્‍યારે એસીબી નિષ્‍ક્રિય રહી અને સોગંદ ખાવા પૂરતો એકપણ કેસ ન નોંધીને રજાઓ માણવામાં મગ્ન હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

 

 

 

(10:05 AM IST)