News of Monday, 3rd November 2025
પૂરવઠા સચિવ સાથે બંને મંત્રણા ફેઇલઃ રાજયની ૧૭ હજાર સસ્તા અનાજના દુકાનદારોની હડતાલ ચાલુઃ ભારે દેકારો
પુરવઠા સચિવ અને હોદેદારો વચ્ચે ગઇકાલે સાંજની માંગણીમાં તડાફડી સર્જાઇ : લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને કરવાનું થતું અનાજ વિતરણ હાલ પડી ભાંગ્યું

રાજકોટ તા. ૩: રાજયના સસ્તા અનાજના દુકાનદાર એસો.ના હોદેદારો અને પુરવઠા સચિવ વચ્ચે થયેલ સતત બે મંત્રણા પડી ભાંગતા હડતાલ ચાલુ હોવાની જાહેરાત કરાઇ છે.
વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાલ અનુસંધાને પુરવઠા અગ્ર સચીવ શ્રી દ્વારા રાજ્યના વાજબી ભાવના દુકાનદારો ના બંને એસોસિયેશનના પદાધિકારીઓને બોલાવી અને ગાંધીનગર પુરવઠા વિભાગ ખાતે મીટીંગ કરવામાં આવી હતી આ મિટિંગમાં અગ્ર સચિવ નિયામક શ્રી સંયુક્ત નિયામક શ્રી અને મદદનીશ નિયામકશ્રી તથા ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી હિતુભા જાડેજા વાડીલાલભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ જીતેન્દ્રભાઈ નંદા અને ઉપપ્રમુખ શ્રી પ્રવીણસિંહ વાઘેલા ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ શ્રી તથા મહામંત્રી શ્રી અલ્પેશભાઈ શાહ હાજર રહ્યા હતા આ મિટિંગમાં સૌપ્રથમ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા બંને એસોસિએશન દ્વારા આપવામાં આવેલા સંયુક્ત આયોજનપત્ર મુજબ ૨૦ માંગણીઓની તબક્કાવાર રજૂઆત કરવામાં આવી હતી એક પછી એક મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી જેમાં રાજ્યના અગ્ર સચીવશ્રી દ્વારા ચાર માગણીઓનો મૌખિક સ્વીકાર કરવાનું ઠરાવવામાં આવ્યું હતું જ્યારે અન્ય અગત્યના મુદ્દાઓ જેવા કે રેગ્યુલર તથા મિનિમમ કમિશનમાં વધારો ૯૭ ટકા વિતરણની શરતમાં બાંધછોડ તકેદારી સમિતિના સભ્યો માં ૫૦% સભ્યોનું બાયોમેટ્રિક વેરિફિકેશન અથવા ઓટીપી થી વેરિફિકેશન જેવા મહત્વના મુદ્દાઓને કોરાણે મુકવાના પ્રયાસો કરવામા આવતા બંન્ને એસોસિએશને નારાજગી દર્શાવતા અગ્ર સચીવ મીટીંગ છોડી ગયા હતા આમ રાજ્યના વાજબી ભાવના દુકાનદારોની હડતાલ માટેની સમાધાનની આજની આ બેઠકો પડી ભાંગી હતી
આ સિવાય દુકાન ખાતે ઉતારવામાં આવતા જથ્થાને દુકાનદારના જ વજન કાંટા થી તોલીને જથ્થો સ્વીકારવો તથા ઈ પ્રોફાઇલમાં સહાયકના ઉમેરા બાબત પણ ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો હતો વારસાઈ બાબતે પણ પ્રથમ તથા બીજી વારસાઈ ઝડપથી પૂર્ણ કરી દેવાનું જણાવવામાં આવ્યું હતું સર્વરની સ્પીડ વધારવા માટે ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ બની શકે એ માટે અગ્ર સચીવ શ્રી દ્વારા સહમતિ દર્શાવવામા આવી હતી પરંતુ મિનિમમ તથા રેગ્યુલર કમિશનમાં વધારો ૯૭ ટકા વિતરણ ની શરત અને તાજેતરમાં થયેલા કાળા પરિપત્રો બાબતે અગ્ર સચિવ દ્વારા મચક ન આપવાના કારણે બેઠકો પડી ભાંગી હતી જેથી બંને એસોસિએશન ના પ્રમુખશ્રીઓ તથા હાજર અન્ય આગેવાનઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે આરપાર ની લડાઈ ચાલુ રાખવી તથા વિતરણથી અળગા રહેવું.
મીટીંગ પૂરી થયા બાદ બહાર મીડિયા કર્મીઓને ઇન્ટરવ્યૂ આપતી વખતે બંને એસોસિએશનના પ્રમુખોએ ગુજરાત રાજ્યના ૧૭ હજાર દુકાનદાર ભાઈઓને ફરીથી અપીલ કરીને જણાવ્યું હતું કે આપણી હડતાલ ચાલુ છે જેથી કોઈ વેપારી ભાઈઓએ ચલણ જનરેટ ન કરવું ચલણના નાણાં ન ભરવા દુકાન ખાતે જથ્થા ન ઉતારવો અને વિતરણ ન કરવું આમ આવનાર સમયમા રાજ્ય ના વાજબી ભાવના દુકાનદાર ભાઈઓ દ્વારા પોતાની વાજબી માંગણીઆ ેના સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનુ જણાવવામા આવ્યુ હતું. (૭.૮)
(2:30 PM IST)










