<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

મજૂરના ખાતામાં ભૂલથી આવી ગયા ૮૭ લાખઃ બોનસ માનીને વાપરી નાખ્‍યા

બોસ હાથ ચોળતો રહી ગયોઃ પૈસા લઈ મજુર છનન

ખાંટી-માન્‍સિયસ્‍ક,તા.૦૩: રશિયાના ખાંટી-માન્‍સિયસ્‍ક શહેરના એક સામાન્‍ય ફેક્‍ટરી કર્મચારી વ્‍લાદિમિર રિચાગોવ અચાનક ચર્ચામાં આવી ગયો, જ્‍યારે તેના બેંક ખાતામાં ભૂલથી ૭.૧ મિલિયન રૂબલ એટલે કે લગભગ રૂ.૮૭ લાખ જમા થઈ ગયા. વર્ષની શરૂઆતમાં જ્‍યારે વ્‍લાદિમિરે તેના મોબાઇલ બેંકિગ એપ પર નોટિફિકેશન જોયું, ત્‍યારે તે નવાઈમાં પડી ગયો. તેને તેના રજા ભથ્‍થા તરીકે લગભગ ૪૬,૦૦૦ રૂબલ એટલે કે રૂ.૫૮,૦૦૦ મળવાના હતા, પરંતુ સાથે જ તેના ખાતામાં ૭,૧૧૨,૨૫૪ રૂબલનું મેગા-બોનસ પણ આવી ગયું!

કર્મચારીઓ વચ્‍ચે પહેલાથી જ અફવા હતી કે કંપની વર્ષના અંતે એક મોટું બોનસ આપવાની છે, તેથી વ્‍લાદિમિરને પહેલા તો લાગ્‍યું કે આ ખરેખર તેની બોનસ સેલરી છે. જોકે થોડા જ કલાકોમાં એકાઉન્‍ટિંગ વિભાગના ફોન આવવા લાગ્‍યા અને મજૂર પરેશાન થઈ ગયો. તેને વારંવાર કહેવામાં આવતું હતું કે જે પૈસા તમારા ખાતામાં આવ્‍યા છે, તેને પાછા કરી દો કારણ કે આ એક ભૂલ છે. ત્‍યારબાદ તેણે જે કર્યું, તે સાંભળી તમે આヘર્યચકિત થઈ જશો.

વ્‍લાદિમિરે ઇન્‍ટરનેટ પર કાયદો વાંચ્‍યો અને પોતે જ નક્કી કરી લીધું કે તે પૈસા પાછા નહીં કરે. સ્‍થાનિક રિપોર્ટ મુજબ તેણે કહ્યું કે જો આ ટેકનિકલ ભૂલ હતી તો હું પાછા કરીશ, પરંતુ જો આ બિલિગ ભૂલ હતી, તો પૈસા મારા હોઈ શકે છે. જ્‍યારે તેને ખબર પડી કે આ ટેકનિકલ ભૂલ હતી, તો મેં નક્કી કર્યું કે હું પૈસા રાખી શકું છું. હકીકતમાં મજૂરના ખાતામાં જે રકમ આવી હતી, તે બીજી શાખાના ૩૪ કર્મચારીઓની સેલરી હતી, જે સોફટવેરની ભૂલથી વ્‍લાદિમિરને મળી ગઈ. જોકે વ્‍લાદિમિરે દલીલ કરી કે પૈસા કંપનીના નામે આવ્‍યા હતા, કોઈ શાખાના નહીં અને પેમેન્‍ટ ઓર્ડરમાં લખ્‍યું હતું - સેલરી. આવામાં આ મારી જ પગાર છે. જ્‍યારે કંપનીએ દબાણ કર્યું તો વ્‍લાદિમિરે તે પૈસાથી નવી કાર ખરીદી અને તેના પરિવાર સાથે બીજા શહેરમાં શિફટ થઈ ગયો. જોકે જેમ જ તે નીકળ્‍યો, કંપનીએ તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને બેંક ખાતું ફ્રીઝ કરાવી દીધું.

અદાલતોએ નિર્ણય કંપનીના પક્ષમાં આપ્‍યો. કોર્ટે કહ્યું કે તે રકમ વ્‍લાદિમિરની સેલરી નહોતી, તેથી તેને ૭ મિલિયન રૂબલ પાછા કરવા પડશે. હવે વ્‍લાદિમિરે રશિયાની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે અને હજી પણ દાવો કરે છે કે પૈસા તેના જ છે. કંપનીના સીઇઓ રોમન તુદાચકોવે કહ્યું કે આ અમારી ભૂલથી થયેલ ટ્રાન્‍સફર હતું, કોઈ બોનસ નહીં. અમે કાનૂની રીતે મામલો ઉકેલશું. આ પહેલા ચિલીમાં પણ એવું જ થયું હતું, જ્‍યારે એક કર્મચારીને ભૂલથી ૨૮૬ ગણું વધુ પગાર મળ્‍યો હતો અને તે પૈસા લઈને હંમેશા માટે ગાયબ થઈ ગયો.

(11:50 AM IST)