તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
કોઠારીયા સોલવન્ટ પાસે ટ્રેનની ઠોકરે ચડી જવાથી અજાણ્યા યુવાનનું મોત
આશરે ૩૫ વર્ષના યુવાનના વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૩: શહેરના કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે અજાણ્યો આશરે ૩૫ વર્ષનો યુવાન સવારે ટ્રેનની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.
અજાણ્યો યુવાન ટ્રેનની ઠોકરે આવી ગયાની જાણ જનરક્ષક ૧૧૨ના ઇન્ચાર્જ પાર્થભાઇએ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી તબિબ કમલેશભાઇ ઠોકોરે યુવાનને મૃત જાહેર કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી. કે. ગામેતીએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. મૃતક પાસેથી તેની ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ પરિચીત, સગા સંબંધી હોય તો આજીડેમ પોલીસનો ફોન નં. ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
(2:14 PM IST)










