તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
બરડા ડૂંગરમાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ખંભાળીયા, બરડા ડુંગરમાં પ્રોહી અંગે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ આ કોમ્બિંગ દરમ્યાન હકીકત મળેલ કે ભુદાભાઇ રાજાભાઇ મોરી રબારી રહે. ધ્રામણીનેશ વાળો આવળ માતાજીના મંદિરની પાસે આવેલ તળાવના કાંઠે બાવળની જાળીમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે. અને હકીકત આધારે રેઇડ કરતા, દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૨૦૦/ કિ.રૂા-૫૫,૦૦૦/ નો મુદામાલ મળી આવેલ હોય. ફરારી આરોપી - ભુદાભાઇ રાજાભાઇ મોરી રબારી સામે કાર્યવાહી કરી છે. આ કામગીરી ભાણવડ પો.સ્ટે પો.ઇન્સ. કે.બી.રાજવી તથા એ.એસ.આઇ ગીરીશભાઇ ગોજીયા તથા પો.હેડ કોન્સ. વેજાણંદભાઇ બેરા તથા જીતુભાઇ જામ તથા વિપુલભાઇ મોરી તથા કિશોરસીંહ જાડેજા તથા જેશાભાઇ બેરા તથા તથા પો.કોન્સ. અજયભાઇ ભારવાડીયા તથા લાલાભાઈ ખાટલીયા તથા મહિલા પો.કોન્સ. મીનાબેન નંદાણીયા એ રીતેના પો.સ્ટાફના માણસો વિગેરે નાઓએ કરેલ.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
