<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

યંત્ર મંત્ર તંત્ર કરતા માનસજાપ વધુ સિધ્‍ધિદાયક છે : પૂ. ધીરગુરૂદેવ

ગોંડલ રોડ (વેસ્‍ટ)માં પૂ. ઉષા-વીણાજી મ.સ.ના ચાતુર્માસની સ્‍વીકૃતિથી ધર્મોલ્લાસ

રાજકોટ, તા. ૩ : શ્રી ધર્મનાથ સ્‍થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિક્ષામાં  દંપતી જાપ શિબિર પ્રવચનમાં ગુરૂદેવે જણાવેલ કે યંત્ર, મંત્ર, તંત્ર કરતા માનસજાપ વધુ ફળદાયક બને છે.

માનસ જાપમાં તમે નાભિમાંથી બોલો અને તમે જ સાંભળો, હોઠ કે જીભનું હલવનચલન ન થાય તે માનસ જાપ છે. જાપના પ્રારંભે દિવ્‍ય વાતાવરણ સર્જાયુ હતું.

શ્રી ગોંડલ રોડ (વેસ્‍ટ) પારેખ ઉપાશ્રયના સંઘ સેવક કિરીટભાઇ શેઠ, કીર્તિભાઇ શેઠ, દિવ્‍યેશ મહેતા, કલ્‍પેશ વખારીયા વગેરેએ ર૦ર૬ ના ચાતુમાંસની સ્‍વીકૃતિ મળતાં પૂ. ઉષા-વીણાજી મ.સ., પૂ. જાગૃતિજી મ.સ.ની જય બોલાવી હતી.

જશાપર સેવા સંકુલના બહેનો એ ભકિત ગીત તેમજ તેજસ કરમુરે ગીત રજુ કરી સહુને આનંદવિભોર કર્યા હતા.

શ્રી સંઘ, અમીશાબેન વોરા, શૈલજાબેન દલાલ વગેરેએ બહુમાન કરેલ.

દંપતી જાપની માળાનો લાભ પાર્શ્વનાબેન કિરણભાઇ કામદારે લીધેલ.

તા. ૮ ને શનિવારે આચાર્ય પૂ. પુરૂષોસમજી મ.સા.ની ૬પ મી પુણ્‍યતિથિ ઉપલક્ષે પૂ. ચંદનબાઇ મ.સા. આદિ ઠાણા-૪ પધારશે.

ગોંડલ ગચ્‍છ શિરોમણિ પૂ. જશરાજજી મ.સા.ની જીવંત સાધના પુસ્‍તક અનુભૂતિની યશોગાથાની વિમોચન વિધિ યોજાશે.

તા. ૯ ને રવિવારે સવારે ૮-૩૦ થી ૯-૩૦ કલાકે હસુમતીબેન ધોળકીયાના ગૃહાંગણે એપલવુડ-શેલા ખાતે ચાતુર્માસ પરિવર્તન કાર્યક્રમ યોજાશે.

(2:11 PM IST)