તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd November 2025
જુનાગઢમાં સાધુ-સંતો સહિત ૪૦ ભાવિકોએ પ્રતિકાત્મક પરિક્રમા ૧૩ કલાકમાં પુરી કરી

જુનાગઢ :.. પરંપરા જાળવવા પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનારની લીલી પરિક્રમાનો શ્રીફળ વધેરી કલેકટર અનિલકુમાર રાણાવસીયા, પૂ. ઇન્દ્રભારતીબાપુ, પૂ.શેરનાથબાપુ, મહેન્દ્રાનંદગીરી, શૈલજાદેવી, મેયર ધર્મેશ પોશિયા, ડે.મેયર આકાશ કટારા, મ્યુ. કમિશનર તેજસ પરમાર, એસ. પી. સુબોધ ઓડેદરા, ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા, નાયબ વન સરંક્ષક અક્ષય જોષી શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, પૂર્વ પ્રમુખ પુનિત શર્મા, ભાવેશ વેકરીયા, લખનભાઇ ઓડેદરા, સહિતનાની ઉપસ્થિતીમાં પરિક્રમાનો પ્રારંભ કરાવેલ અને સવારે ૬ કલાકે મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામદાસબાપુ, અવધુત આશ્રમના મહાદેવગીરીબાપુ સહિતના સંતો, ડીવાયએસપી હિતેષ ધાંધલ્યા અને તેની ટીમ વન વિભાગ આરોગ્યની ટીમ પણ જોડાયા હતાં. આમ પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો સહિતના એ માત્ર ૧૩ કલાકમાં પુર્ણ કરેલ હતી. પૂ. સુખરામદાસબાપુએ જણાવ્યુ હતું કે ૩૬ કિ.મી.ની આ પાવનકારી પરિક્રમામાં પ્રતિ વર્ષ લાખો શ્રધ્ધાળુઓ આવે છે. પરંતુ આ વખતે કમોસમી વરસાદને લઇ જંગલ માર્ગે રસ્તામાં કાદવ કિચડ ખુબ થતાં તંત્ર અને સાધુ સંતોની બેઠકમાં પ્રતિકાત્મક પરિક્રમા કરવાનો નિર્ણય લેવાયો હતો તે યોગ્ય હતો. કારણ કે સમગ્ર રૂટમાં લોકો ચાલી ન શકે તેવી પરિસ્થિતિ હતી. અમો વહેલી સવારે ૬ કલાકે પરિક્રમા શરૂ કરી સાંજે ૭ કલાકે પૂર્ણ કરી ભવનાથ તળેટી પહોંચ્યા હતાં. અને પરિક્રમા પુર્ણ કરી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, -જુનાગઢ)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
