<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

મોરબી: ખેડુતો આનંદો! સિંચાઈ માટે નર્મદા કેનાલોમાં ૧૦,૦૦૦ કયુસેક પાણી આપવામાં આવશે.

 

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ખેડૂતોના હિતમાં નર્મદા કેનાલમાં પાણી આપવા માટે માંગ કરવામાં આવી હતી જેને સફળતા મળી છે અને સરકારે નર્મદા નહેરોમાં ૧૦ હજાર કયુસેક પાણી આપવા મંજુરી આપતા ખુશીની લહેર છવાઈ છે.

   ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે નર્મદા આધારિત કેનાલો પૈકી ધ્રાંગધ્રા બ્રાંચ, માળિયા બ્રાંચ અને મોરબી બ્રાંચ કેનાલોમાં સમાવિષ્ટ વિસ્તારના ખેડૂતો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત મળી છે જેથી ખેડૂતોને આગોતરા વાવેતર માટે કેનાલ મારફત પાણી આપવા માંગ કરવામાં આવી છે જેથી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
   જે રજૂઆતને સફળતા મળી છે અને નર્મદા નહેરોમાં ૧૦ હજાર કયુસેક પાણી આપવા નાયબ જનરલ મેનેજર (સીપીસી) દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમના મુખ્ય ઈજનેરને આદેશ કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને આગોતરા વાવેતર માટે સિંચાઈનું પાણી મળી રહેશે.

(1:09 AM IST)