તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ગેમ ઝોન અગ્નિકાંડના વધુ ૪ આરોપીઓની જેલની સફર
૨૭ નિર્દોષ લોકોનો ભોગ લઇ જનારી ગોઝારી દૂર્ઘટનામાં ગુનો નોંધી ૯ને પકડાયા હતાં: અગાઉ એક આરોપી જેલહવાલે થયા બાદ આજે અન્ય ચારના રિમાન્ડ પુરા થયા : સિટની ટીમે તપાસ કરી આગ ભભુકવાના ત્રણ મુખ્ય કારણો જાહેર કર્યા હતાં: તમામની બેદરકારી છત્તી થઇ હતીઃ હજુ એક આરોપીની ધરપકડ બાકી

ગેમ ઝોનના અગ્નિકાંડમાં પોતાને ગમે ત્યારે પોલીસ બોલાવશે એવું લાગતાં જ
ટીપીઓ મનસુખ સાગઠીયાએ બોગસ મીનીટ્સ બૂક ઉભી કરી કર્મચારીઓને ધમકાવી સહીઓ કરાવી હતી
અલગથી ડીસીબીમાં દાખલ થયેલા ગુનામાં હવે પછી થશે ધરપકડની કાર્યવાહી
રાજકોટ તા. ૧૦: શહેરના નાના મવા રોડ મોકજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમઝોનમાં ૨૭ નિર્દોષ માનવ જીવને ખાખ કરી નાંખનાર ગોઝારી આગ વિસ્ફોટ સાથે લાગી હતી. આગ અત્યંત ઝડપથી પ્રસરી હતી વિકરાળ રૂપ લઇ લેતાં ત્રણ હજાર ચોરસમીટરના ગેમઝોનના ત્રણ માળના ડોમમાં ખૂબ વિપુલ માત્રામાં વપરાયેલ અત્યંત જ્વલનશીલ પદાર્થ ફોમ કારણભૂત જણાયુ હતું. રાજકોટ સિટ દ્વારા તપાસનો રિપોર્ટ જાહેર કરાયો હતો. તેમાં આગ ભભૂકવાના ચાર મુખ્ય કારણો જાહેર કરાયા હતાં. બીજી તરફ આ મામલે નોંધાયેલા સાપરાધ મનુષ્ય વધના ગુનામાં પકડાવામાં આવેલા ૯ આરોપીઓમાંથી એક આરોપીના રિમાન્ડ અગાઉ પુરા થયા બાદ આજે વધુ ૪ આરોપીના રિમાન્ડ પુરા થતાં કોર્ટહવાલે કરવાની તજવીજ થઇ હતી. આ ચારેયની જેલની સફર નિヘીત છે. આ ગુનામાં હજુ એક આરોપીની ધરપકડ બાકી છે.
સિટની ટીમે જાહેર કરેલી વિગતો અનુસાર સીસીટીવી કેમેરાના વિડીયો ફૂટેજનો અભ્યાસ કરતા આગ લાગ્યા બાદ જે વાયરીંગ કરાયું હતું તે સળગતા નજરે પડે છે અને જે વિવિધ લાઈટો ફીટ કરેલી હતી તે ધડાકા સાથે ફૂટતી પણ દેખાય છે. સિટના સૂત્રોએ પખવાડિયાની તપાસ બાદ આજે આગ લાગવા માટે ત્રણ કારણો જાહેર કર્યા છે જેમાં (૧) આ ગેમ ઝોનમાં ફેબ્રીકેશનનું કામ ચાલુ હતું અને વેલ્ડીંગ કામ થતું હતું તેની નીચે સળગી ઉઠે તેવા ફોમનો જથ્થો પડેલો હતો. તેના પર તિખારા પડતા આગ લાગી હતી આગ ઓલાવવા માટે પુરતા ફાયર સેફટીના સાધનો કે પાણીની વ્યવસ્થા ન હતી (૨) ટી.આર.પી. ગેમ ઝોનનું બાંધકામ લોખંડના પતરાંથી બનાવેલું હતું જેમાં અંદરના ભાગે તાપમાન નિયંત્રીત રાખવા પતરાંની દિવાલો સાથે ફોમ શીટનો વિપુલ માત્રામાં ઉપયોગ કર્યો હતો જેથી આગ અત્યંત ઝડપથી પ્રસરી હતી. (૩) ગેમ ઝોનમાં બોલીંગ એરિયા તથા ટ્રેમ્પોલીન પાર્કમાં પ્લાસ્ટિક અને લાકડાનો ભરપૂર ઉપયોગ થયો જેથી આગ વધુ ભભુકી હતી. ઉપરોક્ત ત્રણ કારણોસર આગ ઝડપથી સમગ્ર ગેમ ઝોનમાં ફેલાઇ ગઇ હતી. આગ લાગ્યા બાદના સીસીટીવી ફૂટેજ જોતાં વિવિધ લાઇટો ફીટ કરી હતી તે ધડાકા સાથે ફુટતી દેખાય છે.
ટીઆરપી ગેમઝોન નામથી એમ્યુઝમેન્ટ પાર્ક બનાવેલ જે ધવલ કોર્પોરેશન તેમજ રેસ-વે એન્ટરપ્રાાઇઝ નામની બન્ને પેઢી સંયુકત રીતે ચલાવવામાં આવતી હતી જેમાં આરોપીઓ ભાગીદાર હોવાનું તેમજ મેનેજનેન્ટ તથા સંચાલન કરતા હોય, તેઓએ ગેર કાયદેસર બાંધકામ કરી તેમજ ફાયર એન.ઓ.સી. નહી મેળવી તેમજ ખર્ચો બચાવવા પુરતા -માણમાં અગ્નીસામક સાધનો નહી રાખી તેમજ ગ્રાહકોને આવવા-જવા માટે એક જ દરવાજાનો ઉપયોગ કરી તેમજ એકઝીટ અંગેના યોગ્ય બોર્ડ (સ્ટીકર તથા સાઇન) નહી લગાડી તેમજ લાઇટ જાય ત્યારે, ઓછુ અજવાળુ હોય ત્યારે, ધુમાડો હોય ત્યારે આસાનીથી દેખાય તેવા રેડીયમ કે નિયોન કલરથી રસ્તો બતાવતા કોઇ માર્ક નહી લગાડી તેમજ આ ગેમઝોનમાં ગ્રાહકોને -વેશ આપેલ ત્યારે ફેબ્રીકેશનનું તેમજ અન્ય કામ ચાલુ રાખી તે માટે વેલ્ડીંગ કામ ચાલુ રખાવી તેમજ વેલ્ડીંગ કામ થતું હતું ત્યાં નીચે તુરત જ સળગી ઉઠે તેવી પફ પેનલ શીટો રખાવી બેજવાબદારી પુર્વકની -વળતિ કરી તેઓ જાણતા હોય કે આ ટીઆરપી ગેમઝોનમાં જો આગ લાગશે તો કસ્ટમર(ગ્રાહકો) ગેમઝોનથી સરળતાથી બધા માણસો બહાર નીકળી શકશે નહી જેથી મોટા પ્રમાણમાં જાનહાની થવાનો સંભવ છે તેમ છતા પુરતી તકેદારી વગર ગેમઝોન ચલાવી બેદરકારી દાખવેલ છે.
પોલીસે આરોપીઓની રિમાન્ડ માટે એક કારણ સાંઠગાંઠ તપાસવાનું પણ રજૂ કર્યું હતું. કોર્પોરેશનના પૂર્વ અધિકારીઓ એવા આરોપીઓ સાગઠીયા, જોષી, મકવાણાની પુછપરછમાં આ ત્રણેય આરોપીઓ એક બીજા સાથે મળેલા છે અને તેથી ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા નોટિસ અપાયા છતાં તે દૂર કરવા કાર્યવાહી કરી નથી અને તા.૪-૫-૨૦૨૪ના આ બાંધકામ રેગ્યુલરાઈઝ્ડ કરવા અરજી થઈ છતાં સુરક્ષાની દ્રષ્ટિએ બાંધકામની કોઈ ચકાસણી કરેલ નથી. જ્યારે તા.૩-૯-૨૦૨૩ના આ જ સ્થળે આગ લાગવા છતાં તત્કાલીન ફાયર ઓફિસર રોહિત વિગોરાએ કોઈ કાર્યવાહી કરી નથી. આ કેસમાં ગેમઝોનના પાર્ટનર યુવરાજસિંહ હરીસિંહ સોલંકી (ઉ. ૩૦), મેનેજર નિતીન મહાવીર પ્રસાદ લોઢા (ઉ. ૪૧), રાહુલ લલિતભાઈ રાઠોડ લુહાર (ઉ. ૨૮ પાર્ટનર), ધવલ ભરતભાઈ ઠક્કર (ઉ. ૩૬ પાર્ટનર), કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ. ૫૬, જમીન માલિક અને પાર્ટનર)ની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયા હતાં.
ત્યારબાદ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ ધનજીભાઈ સાગઠીયા (ઉ. ૫૫), તત્કાલીન એ.ટી.પી. ગૌતમ દેવશંકર જોષી (ઉ. ૪૬), તત્કાલીન એ.ટી.પી.મુકેશ રામજીભાઈ મકવાણા (ઉ. ૪૩) અને રોહિત વિગોરા (ઉ. ૨૯) મળી કુલ ૯ આરોપીઓની ધરપકડ થઈ હતી. ગેમઝોનના અન્ય એક પાર્ટનર અને આરોપી પ્રકાશચંદ્ર કનૈયાલાલ હિરનનું ગેમઝોનમાં આગમાં મળત્યુ નીપજ્યું છે. ગેમઝોનના પાર્ટનર અને આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજા હજુ પણ આ બનાવમાં ફરાર છે. તેને પકડવા ત્રણ ટીમો જહેમત ઉઠાવી રહ્યાનું એસીપી બી.બી. બસિયાએ જણાવ્યું હતું.
દરમિયાન અગાઉ એક આરોપી કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પુરા થયા બાદ તે જેલહવાલે થયેલ છે. આજે વધુ ચાર આરોપીઓ જેમાં યુવરાજસિંહ સોલંકી, ધવલ ઠક્કર, નિતીન લોઢા અને રાહુલ રાઠોડના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટ હવાલે કરવામાં આવશે. આ ચારેયના વધુ રિમાન્ડ ન મંગાય તો જેલની સફર શરૂ થશે.
રાજકોટ તા. ૧૦: શહેરના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા રાજકોટ મહાનગર પાલિકાના ટીપીઓ મનસુખ ધનજીભાઈ સાગઠીયા (ઉ.વ. ૫૫, રહે. અલખધણી એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૫૦૧, શિવશકિત કોલોની, શેરી નં.૪, યુનિ. રોડ)એ પોલીસમાં રજુ કરેલી મીનીટ્સ નોટ બોગસ હોવાનું ખુલતા પોલીસે તેની સામે વધુ એક ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયાએ આ મામલે એમ.ડી. સાગઠીયા વિરૂધ્ધ આઈપીસી કલમ ૪૬૫, ૪૬૬, ૪૭૧,૪૭૪ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. આરોપીએ રાજકોટ મહાનગર પાલીકા ટાઉન પ્લાનીંગ શાખાના, ટાઉન પ્લાનીંગ ઓફીસરના અધ્યક્ષ સ્થાને શાખાની કામગીરી અંતર્ગત તેને લેવાની સમયાંતરની મીટીંગો યોજેલ હોય કે ન યોજેલ હોય પરંતુ રાજકોટ શહેર તાલુકા પો.સ્ટેના ગુ.ર.ન ૪ ૯૬/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૩૦૪, ૩૦૮, ૩૩૭, ૩૩૮, ૩૬, ૧૧૪ મુજબના ગુન્હાની તપાસના કામે માંગ્યે રજુ કરવા અર્થેની અલગ અલગ તારીખોની બનાવટી મિનીટસ નોટ બનાવી તે ખરી ન હોવાનુ જાણવા છતા ટીઆરપી ગેમઝોનમાં બનેલ આગના બનાવના ગુન્હાની જવાબદારીમાંથી બચવા અને રજુ કરવા પોતાના કબ્જામાં રાખી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ટીઆરપી અગ્નિકાંડના ગુનાની તપાસ રાજકોટ પોલીસની સીટ દ્વારા ચાલુ છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખભાઈ ધનજીભાઈ સાગઠીયા (ઉ.વ.૫૫)ની આ પ્રકરણમાં ધરપકડ કરાઈ હતી. પૂછપરછ દરમ્યાન તેણે પોતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિવિધ મીટીંગોની મીનીટ્સ નોંધ પુરાવા તરીકે પોતાના બચાવ માટે રજુ કરેલ હતી. આ ફાઇલમાં ટાઉન પ્લાનીંગ શાખાના લેટરહેડ હેઠળ ટીપીઓના અધ્યક્ષ સ્થાને શાખાની કામગીરી અંતર્ગત અલગ-અલગ તારીખે યોજાયેલી મીટીંગની નોંધ હતી. જેમાં એટીપી ઉપરાંત સર્વેયર અને અન્ય કર્મચારીઓની સહીઓ હતી. તેમજ આ મીનીટ્સ નોટ પરની સહીઓની પેટર્ન ઉપરથી આ તમામ કાર્યવાહી નોંધ તેમાં જણાવેલી તારીખના દિવસે નહીં પરંતુ તે સિવાયના અન્ય કોઇ દિવસે અને એક જ સાથે સહી કરી પોલીસને ગેરમાર્ગે દોરવા ઉભી કરાઈ હોવાનું -ાથમિક દ્રષ્ટિએ પોલીસને જણાવ્યું હતું. આથી આ અંગે ટાઉન પ્લાનીંગ શાખાના એટીપી, સર્વેયર અને અન્ય કર્મચારીઓના પોલીસે નિવેદન લેતા ગઇ તા. ૨૭-૫ના સાંજે વેસ્ટ ઝોનને એટીપી રાજેશ મકવાણાએ ટીપી ટેકનીકલ નામના વોટ્સએપ ગ્રુપમાં ‘ટીપીઓ સાહેબની સૂચના અન્વયે આજે સાંજે ૬-૩૦ કલાકે તમામ ટેકનીકલ સ્ટાફે સેન્ટ્રલ ઝોન ખાતે મીટીંગ માટે હાજર રહે તેવો મેસેજ કર્યો હતો.આ મેસેજને લઈ સ્ટાફના સંબંધીત કર્મચારીઓ સેન્ટ્રલ ઝોન પીટી શાખાની ઓફિસે હાજર રહ્યા હતા એ સમયે આરોપીએ તેઓને ‘ટીઆરપી ગેમઝોનમાં આગનો બનાવ બનેલ છે, તે બાબતે પોલીસ કોઈપણ સમયે મારી પૂછપરછ કરી શકે તેમ છે તેથી મારા બચાવ અર્થે મારે લેવાની થતી સમયાંતરેની મીટીંગ લીધેલી હોય ન લીધેલી હોય પરંતુ સમયાંતરેની તમામ મીનીટ્સ નોટ બનાવેલ છે તેમાં તમારે બધાએ લાગુ પડે ત્યાં સહીઓ કરવાની જ તેમ કહ્યું હતું. તેમજ ઉગ્ર થઇ તમારે આમા સહી કરવાની જ તેમ ધમકી ભર્યા શબ્દ કહેતા કર્મચારીઓએ લાગુ પડતી મીનીટ્સ નોટમાં એક સાથે બધી જ સહીઓ કરી દીધી હતી. વધુ તપાસ પીએસઆઇ એ. એન. પરમાર ચલાવી રહ્યા છે.
(4:31 PM IST)










