News of Monday, 10th June 2024
ચેમ્પિયન્સ ટ્રોફી 2025: લાહોરમાં થઈ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

નવી દિલ્હી: ન્યૂયોર્કમાં પાકિસ્તાન સામે ભારતની જીતની ઉજવણી હજુ અટકી નથી, આ દરમિયાન એક રિપોર્ટ અનુસાર, લાહોરમાં આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન આમને સામને થઈ શકે છે. ક્રિકબઝના જણાવ્યા અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ડ્રાફ્ટ શેડ્યૂલ ICCને સુપરત કરવામાં આવ્યો છે, બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે ભારતે હજુ સુધી પાકિસ્તાનની યાત્રા કરવાનો નિર્ણય લીધો નથી. ગયા વર્ષે એશિયા કપમાં, ભારત સરકારે ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી ન હતી અને ટૂર્નામેન્ટમાં તેમની મેચો શ્રીલંકાના તટસ્થ સ્થળે રમાઈ હતી. અહેવાલ મુજબ, બંને પાડોશી દેશો આવતા વર્ષે માર્ચમાં આઠ ટીમોની સ્પર્ધાની અંતિમ લીગ મેચમાં એકબીજાની સામે ટકરાશે.આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ વચ્ચે રમાય તેવી શક્યતા છે. જો કે, અંતિમ શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ પહેલા પાકિસ્તાને 11 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ 2023 માટે ભારતની મુલાકાત લીધી હતી.સંભવિત શેડ્યૂલ અનુસાર 20 દિવસ લાંબી ICC ટૂર્નામેન્ટમાં માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ ભારતની તમામ મેચો લાહોરમાં યોજાશે.
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
