તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
ભ્રષ્ટાચારીઓ સામે ACB આદુ ખાઇ પાછળ પડી છે : પડદા પાછળની રસપ્રદ કથા
માસૂમ બાળકો સહિત ૨૭નાં ભોગ લેનાર ગેમઝોનની ઘટના પાછળ ટેબલ નીચેના વ્યવહારનો કાદવ ઉછળ્યા પછી રાજય સરકારે એસીબી વડા શમશેરસિંઘને મક્કમતાપૂર્વક પગલાંઓ લેવા સૂચવ્યું છે : સરકારી અધિકારીઓ અને સ્ટાફ વતી ખાનગી માણસ લાંચ સ્વીકારવાની પેટર્ન નાં અભ્યાસ બાદ હવે ખાનગી વ્યક્તિને પણ છોડશે નહિ, લાંચ લે તો જ નહિ લાંચની માંગણી કરનારને પણ સંકજામાં લેવાની રણનીતિ, ટ્રેપ ફેલ જવા પાછળના કારણો અંગે હેડ કવાર્ટરમાં મનોમંથન સુધી આ વિભાગ સંતોષ માનવાને બદલે રાજય સરકારના સૂચન મુજબ છટકામાં સપડાયેલા અધિકારીઓ કે સ્ટાફને જામીન ન મળે તે માટે પીપી સાથે સંકલનમાં રહેવા આદેશ ACB વડા શમશેરસિઘ દ્વારા ફરિયાદીના રક્ષણ માટે કેર નામનો એક ખાસ પ્રોજેકટ ત્યાર કર્યો છે, લાંચના ફરિયાદીને જે તે લાંચિયા વ્યક્તિ કે વિભાગ કોઈ પ્રકારે હેરાનગિતી ન કરે તેની જરૂર જણાયે ફરિયાદીના ઘેર કે કાર્યક્ષેત્રમા રૂબરૂ જઇ હિંમત આપવાનાં પ્રશંસનીય પ્રોજેકટ પણ ખૂબ સારી રીતે અમલમાં આવે તે માટે ખુદ મુખ્ય સચિવ પણ માક્કમ છે

રાજકોટ તા. ૧૦ : ફકત રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહિ ગુજરાતભરમાં અરેરાટી જગાવનાર માસૂમ બાળકો સહિત ૨૭નાં મોત પાછળની બેદરકારીમાં અધિકારીઓ અને પદાધિકારીઓનાં પણ આડકતરા હાથ હોવા સાથે જે રીતે ભ્રષ્ટાચારનાં કાદવ ઉછળ્યા, હાઈકોર્ટ દ્વારા પણ જે રીતે રીમાર્કસ પાસ કરવામાં આવ્યા ત્યારથી રાજય સરકાર આખી પરિસ્થીતથી વાકેફ થયા બાદ એસીબી વડા શમશેરસિંઘને કોઈ શેહ શરમ વગર મક્કમતાપૂર્વક પગલાંઓ ભરવા સૂચવેલ છે, મુખ્ય સચિવ રાજકુમાર પણ આ બાબતે સહયોગમાં પ્રથમથી આવ્યા છે, અને આથી જ એસીબીની ગાડી ભ્રષ્ટાચાર સામે ટોપ ગીયરમાં મુકાવવા સાથે એસીબી વડા શનશેરસિંઘ જેવા સ્વચ્છ છબી ધરાવતા આઈપીએસ દ્વારા ફરિયાદીઓ માટે ખાસ ઘડેલ કેર પ્રોગ્રામનો ચુસ્તપૂર્વક અમલ કરવા સાથે એસીબીનાં જે સ્ટાફની ઢીલી નીતિ અંગેની ફરિયાદ અંગે પણ તપાસ હેડ ક્વાટર દ્વારા ચાલી રહી છે.
હવે લાંચ સીધી લેવાના બદલે જે રીતે ખાનગી વ્યક્તિઓ મારફત લેવાની જે પેટર્ન શરૂ કરી છે તે સામે પણ એસીબી વડા દ્વારા ખાનગી વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાઓ ભરવાની શરૂઆત કરી દીધી છે.
વડોદરામાં ફરિયાદીને તેની કાર પરત આપવા માટે પણ લાંચની માંગણીના મામલામાં પુરાવા એકઠા કરી એસીબી દ્વારા પાંચ વર્ષે થયેલ કાર્યવાહી પણ રાજય સરકારનની ભ્રષ્ટાચાર સામે કોઈ કસર ન છોડવાના ભાગરૂપે જ જોવામાં આવી રહી છે .
અધૂરામાં પૂરૂં કેન્દ્ર સરકાર અને ખાસ કરી વડાપ્રધાન દ્વારા પણ તાજેતરની ઘટનાઓ સંદર્ભે ભ્રષ્ટાચાર સામે સ્પષ્ટ પગલાંઓનાં નિર્દેશ બાદ વડા પ્રધાન અને અમિતભાઇનાં ગ્રહ રાજયમાં આ કાર્યવાહી કેવી રીતે કરવાની છે તે નિર્દેશ પણ ગુજરાત એસીબીને ટોચ લેવલથી મળ્યા છે, આના પરિણામે એસીબી વડા શમશેરસિંઘ દ્વારા ફરિયાદીના રક્ષણ માટે ખાસ બનાવેલ કેર કાર્યક્રમ અંતર્ગત લંચિયાઓ સામે આગળ આવેલ ફરિયાદીઓનાં ઘેર કે તેમના કાર્યક્ષેત્રમા જરૂર જણાયે તેમને જે વિભાગ વિરદ્ધ ફરિયાદ કરી છે તેના કોઈ અધિકારી કે સ્ટાફ દ્વારા ધમકીઓ આપવામાં આવતી નથીને? તેની રૂબરૂ જય હિંમત આપવા સાથે હેરાનગિતી કરનાર સામે એસીબીને પગલાં લેવાના કાર્યક્રમને બળવતર બનાવવા પણ રાજય સરકાર દ્વારા સૂચવ્યું હોવાનું સૂત્રો જણાવે છે
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
