News of Monday, 10th June 2024
અમરેલીના રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પવન સાથે વરસાદ
રાજુલાના મોટા આગરીયા, માંડરડી સહીત આસપાસના ગામડામાં ભારે પવન સાથે વરસાદ: કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ

અમરેલીના રાજુલા અને સાવરકુંડલા પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. રાજુલાના મોટા આગરીયા, માંડરડી સહીત આસપાસના ગામડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. રાજુલા શહેર પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ છે. તો બીજીબાજુ સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વીજપડી, ઘાંડલા, રામગઢ, લુવારા આસપાસ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
