<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

કંપનીમાં ગેરરીતિના પ્રશ્નો ઉઠાવી સુઝલોનના ડાયરેક્ટરે આપ્યું રાજીનામું: શેરની કિંમતમાં મંદીની લોઅર સર્કિટ

સંગઠનની અંદર કોઈ નાણાકીય ગેરરીતિ અથવા અનુપલાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી: કંપનીની સ્પષ્ટતા

મુંબઈ : રિન્યુએબલ એનર્જી સોલ્યુશનલ પૂરી પાડતી સુઝલોન એનર્જીએ કહ્યું છે કે સંગઠનમાં કોઈ નાણાકીય ગેરરીતિ અથવા નિયમોને લગતું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. કંપનીના ઈન્ડીપેન્ડેન્ટ ડાયરેક્ટર માર્ક ડેસેડેલેરે શનિવારે રાજીનામું આપી દીધુ હતું.

માર્કે 8મી જૂન 2024ના રોજ આપવામાં આવેલ રાજીનામામાં કંપનીની અંદર કોર્પોરેટ વહીવટીતંત્રના મુદ્દાને ઉઠાવ્યા હતા. માર્ક ડેસેડેલેરે પોતાના રાજીનામામાં કહ્યું હતું કે છેલ્લા 18 મહિનામાં કંપની દ્વારા નોંધવામાં આવેલ ઓપરેશનલ અને ફાયનાન્શિયલ પર્ફોમન્સથી ઘણા ખુશ છું. જોકે, આ અવધિમાં કંપની દ્વારા લાગૂ કોર્પોરેટ વહીવટીતંત્રને લગતા માપદંડો મારી અપેક્ષા પર ખરા ઉતર્યાં નથી.
દરમિયાન આજે ભારતીય શેરબજારમાં સુઝલોન એનર્જીના શેરમાં ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. કંપનીના શેરની કિંમત 5.01 ટકા એટલે કે રૂપિયા 2.50 ઘટીને રૂપિયા 47.40 રહ્યા હતા. આ કંપનીના શેરની છેલ્લા 52 સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા 52.19 રહ્યા હતા. જ્યારે છેલ્લા 52 સપ્તાહની નીચી સપાટી રૂપિયા 13.28 છે.
સુઝલોન એનર્જીના શેરોમાં કંપનીની સ્પષ્ટપણે એ બાબતનું પુનરાવર્તન કરે છે કે સંગઠનની અંદર કોઈ નાણાકીય ગેરરીતિ અથવા અનુપલાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. અમે ગયા વર્ષે કંપની માટે ડેસેડેલેરના યોગદાનની પ્રશંસા કરી છે અને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે છેલ્લા 18 મહિનામાં કંપનીની કામગીરી તથા નાણાકીય પર્ફોમન્સને લઈ સંતોષ વ્યક્ત કર્યો છે

(6:53 PM IST)