<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલની દુલહન બનશે સોનાક્ષી સિંહા : 23મી જૂને મુંબઈમાં સાત ફેરા લેશે

લગ્નનું સેલિબ્રેશન શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં કરાશે :અભિનેત્રીનો પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે: 'હીરામંડી'ની આખી કાસ્ટ પણ ભાગ લઈ શકે:કપલના લગ્નનું કાર્ડ પણ બનાવાયુ

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા જલ્દી દુલ્હન બનવા જઈ રહી છે. અભિનેત્રી ઘણા સમયથી ઝહીર ઈકબાલને ડેટ કરી રહી છે. ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તેમના લગ્ન સાથે જોડાયેલા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષી સિંહા 23 જૂને મુંબઈમાં તેના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્નના સાત ફેરા લેશે.
   સોનાક્ષી સિન્હા વર્ષો સુધી ડેટ કર્યા પછી ઝહીર સાથેના પોતાના સંબંધોને નવા પડાવ પર લઈ જવાની તૈયારી કરી રહી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, 'દબંગ' અભિનેત્રી માત્ર 13 દિવસ પછી દુલ્હન બનવા જઈ રહી છે. તે 23 જૂને જહી સાથે જીવવા અને મરવાની કસમો ખાશે.
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન મુંબઈમાં જ થશે. લગ્નનું સેલિબ્રેશન શિલ્પા શેટ્ટીની રેસ્ટોરન્ટ બાસ્ટિયનમાં કરવામાં આવશે. આમાં અભિનેત્રીનો પરિવાર અને નજીકના મિત્રો સામેલ થશે. તેમજ 'હીરામંડી'ની આખી કાસ્ટ પણ ભાગ લઈ શકે છે. કપલના લગ્નનું કાર્ડ પણ બનાવવામાં આવ્યું છે, જેને મેગેઝિનના કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેના પર લખેલું છે - 'અફવા સાચી છે.'
ઝહીર ઈકબાલ એક બિઝનેસમેન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા ઈકબાલ રતનસી એક જાણીતા જ્વેલર અને બિઝનેસમેન છે. સલમાન ખાનના પરિવાર સાથે પણ તેની ગાઢ મિત્રતા છે. સલમાન ખાને ઝહીરને વર્ષ 2019માં ફિલ્મ 'નોટબુક'થી લોન્ચ કર્યો હતો. સોનાક્ષીએ પહેલીવાર ઝહીર સાથે ફિલ્મ 'ડબલ એક્સેલ'માં કામ કર્યું હતું.

(11:56 AM IST)