તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
જિલ્લા પંચાયતમાં તા. ૨૦ થી ૨૫ વચ્ચે તમામ સમિતિઓની બેઠક, ત્યારબાદ સામાન્ય સભા
આચારસંહિતા પૂર્ણ થયા પછીના પ્રથમ સોમવારે કચેરીમાં ચહલપહલ : પદાધિકારીઓએ અધિકારીઓ સાથે યોજી બેઠક : પડતર કામોના ઝડપથી નિકાલની તાકીદ

રાજકોટ તા. ૧૦ : લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આજે પ્રથમ સોમવારે પંચાયતમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે બેઠક યોજાયેલ. પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી અને ઉપપ્રમુખ શ્રી રાજુ ડાંગરએ આચારસંહિતાના કારણે પડતર રહેલ કામોના ઝડપી નિકાલ માટે શાખા અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં પંચાયતની સમિતિઓના અધ્યક્ષો પણ હાજર રહ્યા હતા.
ચૂંટણીની આચારસંહિતા ૧૬ માર્ચે લાગુ પડેલ. તે પૂર્વ સમિતિઓની બેઠક મળેલ. બજેટ મંજુરી માટે સામાન્ય સભા મળી હતી. આચારસંહિતાના ૮૨ દિવસમાં જે કામો પડતા હતા તેની આજે ચર્ચા કરવામાં આવેલ. સમિતિઓના અધ્યક્ષોને સબંધિત કામોની સમીક્ષા કરી તા. ૨૦ થી ૨૫ જૂન વચ્ચે તમામ સમિતિઓની બેઠક યોજી કામો આગળ વધારવા મુખ્ય પદાધિકારીઓએ જણાવેલ. અન્ય સમિતિઓની બેઠક બાદ કારોબારી સમિતિ મળશે. કારોબારીની બેઠક પછી સાધારણ સભા બોલાવાશે. હાલ ૧૫મા નાણાપંચની ગ્રાન્ટના કામો તેમજ ચોમાસાને અનુલક્ષીને કરવાના થતા કામોને અગ્રતા આપવામાં આવી છે.
(3:52 PM IST)










