તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
શહેરમાં ઝાડા - ઉલ્ટી - શરદી - ઉધરસ-તાવના ૧૩૦૦ કેસ
મેલેરીયા અને ડેન્ગ્યુના ૧-૧ દર્દી મનપા તંત્રના ચોપડે નોંધાયાઃ ૩૩ હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી

રાજકોટ, તા. ૧૦: શહેરમાં છેલ્લા અઠવાડીયાથી ગરમીનું પ્રમાણ વધતા પાણીજન્ય રોગચાળાનો વધારો થતો જોવા મળે છે. કેમ કે, ઘણા દિવસોથી સીઝનલ રોગચાળો વકરતો જાય છે. છેલ્લા સપ્તાહમાં ઝાડા, ઉલ્ટી, ટાઇફોડ તાવ સહિત ૧૩૦૦ થી વધુ કેસ નોંધાયા છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૩ જુન થી ૯ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાનો ૨ કેસ
છેલ્લા સપ્તાહમાં મેલેરીયાના એક, ડેન્ગ્યુના એક જયારે સીઝનનાં મેલેરીયાના ૬, ડેન્ગ્યુના ૧૫ તથા ચિકનગુનિયાના ૧૭ કેસ નોંધાયા છે.
શરદી-તાવના ૧૩૦૦થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૫૯૦ તેમજ સામાન્ય તાવના ૩૯૭ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૩૧૬ સહિત કુલ ૧૩૦૪થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
મચ્છર ઉત્પતિ સબબ ૮૫૫ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વૃવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૩૨૭૭૮ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૫૩ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૮૬૨થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૮૫૫ લોકોને નોટીસ પાઠવી હતી.
(3:49 PM IST)










