તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 11th June 2024
મોરબીમાં યુવતીની લાશ મળી : ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપરથી એક યુવતીની લાશ મળી આવી છે. જેની ઓળખ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ગિરનારી આશ્રમની સામે કેનાલના પુલની નીચેથી એક અજાણી યુવતીની લાશ મળી આવી છે. આ યુવતીની ઉપર અંદાજે 25થી 30 વર્ષ જેટલી છે. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ આ યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતદેહને હોસ્પિટલ મોકલવા તજવીજ હાથ ધરાઈ છે
(1:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
