<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

જેતપુર નવાગઢ વૃધ્‍ધાશ્રમના સંચાલક જોષી બાપાનો જન્‍મ દિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૦ :.. જેતપુર નેશનલ હાઇવે ધારેશ્વર પીઠડીયા સ્‍થિત શ્રી હરિ ઓમ વૃધ્‍ધાશ્રમનાં સંસ્‍થાપક અને સંચાલક જોષી બાપાનો આજે ૬૭મો જન્‍મ દિવસ છે.

પૂ. મુકતાનંદબાપુની પ્રેરણા અને આશિર્વાદથી માનવ સેવાની ધુણી ધખાવી માનવ સેવા ઍજ પ્રભુ સેવા જેમનો જીવન મંત્ર છે. તેવા સેવાના ભેખધારી જેતપુર અને અલીયાબાડા સ્થિત વૃધ્ધાશ્રમમાં સમાજથી તરછોડાયેલ નિરાધાર દુઃખી ઍવા ર૦૦ થી વધુ વૃધ્ધો વડીલો આ વૃધ્ધાશ્રમમાં નિવાસ કરે છે તેમને ભોજન થી લઇ તમામ પ્રકારની સવલત ફ્રીમાં આપવામાં આવે છે. અને વૃધ્ધોને પોતાના માવતરની જેમ સાચવતા પૂ. જાષી બાપાને જન્મ દિન નિમીતે મો. નં. ૯૪ર૬૯ ૦૦૩૬૩ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(12:07 PM IST)