<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

તાપીના ડોલવણમાં ૩.૫ ઇંચ વરસાદ : ૭૨ તાલુકામાં હળવો - ભારે વરસ્‍યો

ગુજરાતમાં ધીમે-ધીમે છવાતો વરસાદી માહોલ : દક્ષિણ અને સૌરાષ્‍ટ્રના જુદા-જુદા વિસ્‍તારમાં વરસાદ પડયો

રાજકોટ તા. ૧૦ : ગત ૨૪ કલાકમાં રાજયના ૭૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લામાં ડોલવણમાં ૩.૫ ઇંચ અને વાલોડમાં ૩.૨ ઇંચ વરસાદ વરસ્‍યો છે. ગઇકાલે દક્ષિણ અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્‍યો હતો. આજે પણ અનેક જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

આ ઉપરાંત ગત ૨૪ કલાકમાં વડોદરાના શિનોરમાં ૨૩ મિ.મી., નવસારીના ચીખલીમાં ૨૦, સુરતના માંગરોળમાં ૨૦, બોટાદના રાણપુરમાં ૧૮, છોટા ઉદેપુરના સંખેડામાં ૧૭, વડોદરાના કરજણમાં ૧૫, નવસારીના જલાલપોરમાં ૧૫, વડોદરામાં ૧૫, ભાવનગરના ઉમરાળા, અમરેલીના ખાંભા, નર્મદાના ગરૂડેશ્વર અને વડોદરાના ડેસરમાં ૧૪-૧૪ મિ.મી વરસાદ વરસ્‍યો હતો.

ગત ૨૪ કલાકમાં નર્મદાના તીલકવાડામાં ૧.૫, ભરૂચના નેત્રંગમાં અને તાપીમાં વ્‍યારામાં ૧.૪ ઇંચ, નર્મદાના નાંદોદમાં ૧.૨, નવસારીમાં ખેરગામમાં ૧.૧, પંચમહાલના જાંબુઘોડામાં ૧ ઇંચ વરસાદ વરસ્‍યો છે.

ગત ૨૪ કલાકમાં તાપીના ડોલવણમાં ૩.૫ ઇંચ, વાલોડમાં ૩.૨, વલસાડના ધરમપુરમાં ૨.૯, અમરેલીના બાબરામાં ૨.૮, વલસાડના કપરાડામાં ૧.૯, છોટા ઉદેપુરના કવાંટમાં ૧.૭, અમરેલીના લાઠી, નવસારીના વાંસદા અને સુરતના ઉમરપાડામાં ૧.૬ ઇંચ વરસાદ વરસ્‍યો હતો.

હવામાન વિભાગ અનુસાર, આજે દાહોદ, પંચમહાલ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં હળવો વરસાદ થઇ શકે, જયારે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની શક્‍યતા છે.

ગુજરાતથી ચોમાસુ હવે થોડા દૂર રહ્યું છે ત્‍યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી કેટલી જગ્‍યાએ છૂટાછવાયે થી લઇ ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. અત્‍યારે આજે પણ સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્‍યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્‍યાંક આનંદની લાગણી જોવા મળી રહી છે.

ગુજરાતી ચોમાસુ હવે થોડા દૂર રહ્યો છે ત્‍યારે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી કેટલી જગ્‍યાએ છૂટાછવાયે થી લઇ ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. અત્‍યારે આજે પણ સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ આવ્‍યો હતો. વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્‍યાંક આનંદની લાગણી જોવા મળી રહી છે.

(1:51 PM IST)