<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

૨૦૨૫માં ચેમ્‍પિયન્‍સ ટ્રોફી પાકિસ્‍તાનમાં રમાશે?

નવી દિલ્‍હીઃ ઇન્‍ટરનેશનલ ક્રિકેટ કાઉન્‍સિલ ૨૦૨નીᅠચેમ્‍પિયન્‍સ ટ્રોફીᅠટુર્નામેન્‍ટ માટે ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચ વચ્‍ચેના ટાઇમ પિરિયડ પર વિચાર કરી રહી છે. અહેવાલો અનુસાર ચેમ્‍પિયન્‍સ ટ્રોફીની નવમી આવૃત્તિમાં ૨૦ દિવસમાં ટોપ ૮ વન-ડે ટીમો વચ્‍ચે સંગ્રામ થશે. ૮ ક્રિકેટ ટીમના બોર્ડને ૧૯ ફેબ્રુઆરીથી ૯ માર્ચનો સમય જણાવવામાં આવ્‍યો છે જેથી તેઓ પોતાની અન્‍ય સિરીઝ એ અનુસાર શેડ્‍યુલ કરી શકે. ચેમ્‍પિયન્‍સ ટ્રોફી ૨૦૨૫ પાકિસ્‍તાનમાં રમાઈ શકે છે.

(3:49 PM IST)