News of Monday, 10th June 2024
જેતપુર શહેર, ગ્રામ્ય પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, નદી નાળા છલકાયા
રબારીકાથી પ્રેગઢના પુલ પર પાણી ફરી વળ્યું :વાહનવ્યવહાર ખોરવાઈ ગયો

રાજકોટ : રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે. તેને લીધે લોકોને હવે કંઈકઅંશે ગરમીમાં રાહત મળી રહી છે. રાજકોટના જેતપુરમાં આજે ગાજવીજ સાથે ચોમાસાનો માહોલ જામ્યો હતો અને સમગ્ર જેતપુર પંથકમાં વરસાદ શરૂ થયો હતો. અહીં આવેલા રબારીકાથી પ્રેગઢના પુલ પર પાણી ફરી વળ્યું હતું અને તેને લીધે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
બેઠા પુલ ઉપર પાણીની સપાટી વટાવી જતાં અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો હતો. આ સંજોગોમાં વરસાદને લીધે નવા નીર આવ્યા હતા અને લોકોને ઘણી રાહત થઈ છે. બેઠા પુલ પર પાણીની સપાટી વટાવી જતા બન્ને કાંઠે રહેલા લોકોએ પાણી ઉતરે તેની રાહ જોવી પડી હતી.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
