<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

રાજકોટમાં વેપાર ઉદ્યોગકારોને ફાયર એનઓસી હોવા છતાં કરાતી હેરાનગતિ સામે ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કાલે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત થશે: મોટી સંખ્યામાં વેપારીઓ ઉદ્યોગપતિઓ કોર્પોરેશને શાંતિપૂર્ણ રજૂઆત માટે હાજર રહેશે

આ રજૂઆત કોઈ વિરોધ માટે નહિ પણ પ્રક્રિયાને સરળ અને શાંતિથી ઉકેલ લાવવા માટે હોય આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની મુલાકાત દરમિયાન આ રજૂઆતમાં દરેક વ્યક્તિ સફેદ શર્ટ પહેરીને આવે: વીપી વૈષ્ણવ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી વીપી વૈષ્ણવે એક પરિપત્ર પાઠવી રાજપૂતના વેપાર અને ઉદ્યોગકારોને આવતીકાલે મંગળવારે ૧૧ વાગે કોર્પોરેશને શાંતિપૂર્ણ રજૂઆત માટે ઉપસ્થિત રહેવા પરિપત્ર પાઠવ્યો છે. 

આ પરિપત્રમાં જણાવાયું છે કે, "સવિનય જણાવવાનું કે, આજરોજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજકોટના વિવિધ વેપાર- ઉદ્યોગ આસોસીએસનો સાથે મિટીંગમાં થયેલ ચર્ચા મુજબ વહીવટી તંત્ર દ્વારા ફાયર એનઓસી હોવા છતાં વેપાર-ઉદ્યોગકારોને હેરાન કરવામાં આવે છે તથા "બીયુ પરમિશન" ન હોવાને કારણે તાત્કાલિક સીલ મારી દેવામાં આવેલ છે. જેના કારણે ખુબ જ મુશ્કેલીઓ પડી રહી છે. 

આ પરિપત્રમાં શ્રી વીપી વૈષ્ણવેલ જણાવ્યું છે કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા તમામ એસોસિએશનો દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને વિવિધ પ્રશ્નોના સરળીકરણ માટે શાંતિ પૂર્ણ રજૂઆત કરવા માટે આવતીકાલ તા.૧૧ને સવારે ૧૧ વાગ્યે જવાનું આયોજન કરેલ છે. આ રજૂઆતમાં વધુમાં વધુ લોકો જોડાય અને રજૂઆતને અવાજ આપી શકાય તે આશયથી સૌ વેપાર-ઉદ્યોગકારોને બહોળી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવે છે. 

શ્રી વીપી વૈષ્ણવની સહિ સાથેના આ પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે આ રજૂઆત કોઈ વિરોધ માટે નહિ પણ પ્રક્રિયાને સરળ અને શાંતિથી ઉકેલ લાવવા માટે હોય આવતીકાલે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની મુલાકાત દરમિયાન આ રજૂઆતમાં દરેક વ્યક્તિ સફેદ શર્ટ પહેરે તેવો આગ્રહ છે.

(8:41 PM IST)