<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

ભરઉનાળે પાણી કાપઃ ત્રણ વોર્ડના હજારો લોકો રહ્યા તરસ્‍યાઃ દેકારો

પાઇપલાઇન રીપેરીંગ ના કારણે રૈયાધાર પમ્‍પીંગ સ્‍ટેશન આધારીત વોર્ડ નં. ૧, ૨ (પાર્ટ), ૩ (પાર્ટ)ના વિવિધ વિસ્‍તારોમાં પાણી વિતરણ પર અસર

રાજકોટ, તા. ૯:: GWIL દ્વારા NC-૨૦ લાઈન પર લીકેજ હોવાના કારણે, પાઇપ લાઇનનું રીપેરીંગ જોબવર્ક કરવાનું હોવાથી, નર્મદા યોજના આધારીત ન્‍યારા ઓફ ટેક પર  ગઈકાલે રવિવારે બપોરે ૦૧ કલાક થી  પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ ન થતા  આજે તા.૧૦ના સોમવારે  મહાનગર પાલિકાના રૈયાધાર પમ્‍પીંગ સ્‍ટેશન આધારીત વોર્ડ નં. ૧, ૨ (પાર્ટ), ૩ (પાર્ટ)ના  હુડકો સ્‍લમ ક્‍વાટર, ગાયત્રીધામ સોસા., મોચીનગર-૧,૨, અવંતીકા પાર્ક, શિવાનંદ પાર્ક, પૂજા પાર્ક, પુનીતનગર, બજરંગવાડી, રાજીવનગર, સંજયનગર, મોમીન સોસા., વસુધા સોસા., ભોમેશ્વરવાડી, જાગળતિ શ્રમજીવી સોસા., ભોમેશ્વર પ્‍લોટ, ગોકુળીયાપરા

રેલનગર ૩ રેલનગર, પોપટપરા, મોચીનગર, પરસાણાનગર, જંકશન પ્‍લોટ સોસાયટી,   શ્રોફ રોડ, હરીલાલ ગોસલીયા માર્ગ, સરકારી કવાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્‍તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્‍ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્‍પિટલ, ઘંટેશ્વર ૧ રીંગ રોડ-૨, વર્ધમાન નગર, આસ્‍થા-ક્રિસ્‍ટલ સીટી, હર્ષદીપ સોસ., જલારામ મંદિર, અંજલી પાર્ક, મારૂતી નંદન સોસા.મહાદેવ પાર્ક, શાંતી નગર, નાગેશ્વર સોસાયટી સહિતના વિસ્‍તારમાં પાણી વિતરણ થયુ ન હતુ. તેમ મનપા તંત્રના વોટર વર્કસ વિભાગે સતાવાર જાહેરાત કરી હતી.

(4:16 PM IST)