<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

અમરનાથના ભાવિકો પર હુમલાના એક દિવસ બાદ પણ તપાસમાં સફળતા નહીં: તંત્ર-સેના ચિંતિત

ગઇકાલે શિવખોડીથી પરત ફરી રહેલ દર્શનાર્થીઓની બસ પર થયેલ આતંકી હુમલામાં ૧૦ના મોત નિપજેલઃ ૩૩ ઘાયલ થયેલ

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા.૧૦: અમરનાથ યાત્રા શરૂ થવાના ૨૦ દિવસ પહેલા એક યાત્રી બસ પર થયેલ આતંકી હુમલામાં ૧૦ લોકોના મોત થતા સુરક્ષા અધિકારીઓ અને તંત્રના પગ નીચેથી જમીન ખસકી ગઇ છે. તેમને એ વાતનો અંદાજો પણ ન હતો કે આવી રીતે શ્રધ્‍ધાળુઓને નિશાન બનાવાશે.

રિયાસી જીલ્લાના પોૈનીમાં ગઇકાલે સાંજે શ્રધ્‍ધાળુઓની બસ પર આતંકી હુમલા બાદ રાર્જોરી, પુંછ, કટરા ઉપરાંત અમરનાથ યાત્રા માર્ગના સંવેદનશીલ ઠેકાણો પર પણ એલર્ટની સુચના આપી દેવામાં આવી છે. રાજોૈરી જીલ્લાના કણકોટ ઉપમંડલ અને બુધ્‍ધલ તાલુકાના ઘણા જંગલ વિસ્‍તારોની ઘેરાબંધી કરી મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેથી આતંકીઓનો ખાતમો કરી શકાય.

ગઇકાલે શિવખોડીથી દર્શન કરી પરત ફરી રહેલ ભાવિકોની બસ પર ઘાત લગાવીને બેઠેલ આતંકીઓએ હુમલો કરેલ. હુમલાથી બસ ખીણમાં ખાબકી હતી. આ હુમલામાં ૧૦ના મોત થયેલ જયારે ૩૩ ઘાયલ થયા હતા. ત્‍યારબાદ શિવખોડી ધામની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

આધાર શીબીર રૂનસુથી લઇને અન્‍ય વિસ્‍તારોમાં સુરક્ષાદળોની તૈનાતી કરવામાં આવી હતી. વિસ્‍તારમાં સતત ચેકીંગ ગાર્ડને ફાયરીંગની પ્રેકટીસ પણ કરાવવામાં આવી રહી હોવાની સાથે તેમને એલર્ટ પર રાખવામાં આવ્‍યા છે.

હાલ ચિંતાનો વિષય ૨૦ દિવસ પછી શરૂ થઇ રહેલ અમરનાથ યાત્રા છે. જેમાં ૮ થી ૧૦ લાખ ભાવિકો સામેલ થાય તેવી આશા છે. અમરનાથના દર્શન બાદ શ્રધ્‍ધાળુઓ પરત ફરતી વખતે વૈષ્‍ણોદેવી અને શિવખોડીના દર્શને જતા હોય છે. ત્‍યારે શ્રધ્‍ધાળુઓ પર આ પ્રથમવાર હુમલો છે પણ તેની પાસેના રાજોૈરી તથા પુંછ જીલ્લામાં આતંકી હુમલાથી સુરક્ષાદળ ત્રસ્‍ત છે.

ભાવિકોની બસ પર હુમલા અગાઉ થઇ ચૂકયા છ

જમ્‍મું: ગઇકાલે શિવખોડીથી પરત ફરતી ભાવિકોની બસ પર આતંકી હુમલામાં ૧૦ ના મોત થયા હતા. જો કે રાજયમાં આસ્‍થાળુઓ પર હુમલાની આ પ્રથમ ઘટના નથી. ૨૦૨૨માં કટરાથી દર્શન કરી પરત ફરતી બસમાં સ્‍ટીક બોંબથી હુમલો થયેલ. જેમાં ૩ ના મોત થયેલ ૨૦૧૭ માં અમરનાથ યાત્રીઓની બસ પર અનંતનાગમાં અંધાધુંધ ફાયરીંગથી ૯ ગુજરાતી યાત્રાળુઓના મોત થયા હતા. આ ઉપરાંત આતંકી હુમલોની અન્‍યત્ર ઘટના ઓથી સ્‍થાનીકોમાં ડર ઉભો કરી દીધો છે

(4:25 PM IST)