<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

લોધીકા તાલુકાની માખાવડ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં જય સહકાર સામાન્ય પેનલનો વિજય

ખીરસરાઃ લોધીકા તાલુકાના માખાવડ સેવા સહકારી મંડળીની જય સહકાર સામાન્ય પેનલની ચુંટણી યોજાઈ જેમાં ૩૬૯ મતદારો છે જેમાંથી ૩૪૫ મતદારો એ મતદાન કરેલ જયઙ્ગ સહકાર સામાન્ય પેનલ સમિતિ ઉમેદવારો ને સરેરાશ ૨૭૦ થી ૨૯૩ મતો મળેલ તેમજ હરીફ ઉમેદવાર ડાયાભાઇ રાધજીભાઈ વેકરીયાને ફકત ૮૯ મતો મળેલ જેથી માખાવડ સેવા સહકારી મંડળીની જય સહકાર સામાન્ય બેઠકના હરીફ ઉમેદવારને કારમો પરાજય મળેલ તેમજ આ ચુંટણીમાં મોટા આગેવાનો એ જય સહકારની સામાન્ય પેનલ ને હરાવવા માટે ખુબ રસ લિધેલ પરંતુ આ ચુંટણીમાં હરીફ ઉમેદવારની કારમી હાર થતાં પરાજયનો સામનો થતા આગેવાનોને ચુંટણી રસ ખાટો લાગેલ તેમ જીલ્લા ભાજપ અગ્રણી મુકેશભાઇ તોગડિયાનું કહેવું છે. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:00 AM IST)