<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

દેડીયાપાડાના ગીચડ ગામમાં વરસાદમાં ભેંસ પર વીજળી પડતાં મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં રવિવારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો જેમાં કેટલીક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાઈ થયા હતા જ્યારે ક્યાંક વીજળી પડવાની ઘટના પણ બની જેમાં ડેડીયાપાડા તાલુકાના ગીચડ ગામમાં વીજળી પડતાં એક ભેંસનું મોત થયું હતું
  મળતી વિગતો અનુસાર સોમાભાઇ ભંગડાભાઇ વસાવા( રહે.ગીચડ પટેલફળીયુ તા .દેડીયાપાડા જી.નર્મદા )નાઓ એ પોલીસમાં જાણ કર્યા મુજબ રવિવારે સાંજના પાંચેક વાગ્યાના સમયગાળા દરમ્યાન તેઓ પોતાના ખેતરે હાજર હતા અને તે વખતે સાંજના આશરે છ એક વાગ્યાના અરસામા અચાનક ગાજવીજ સાથે વરસાદી વાવાઝોડુ આવતા તેમના ઘરના આંગણામાં લાકડાના ઘાસચારો મુકેલ માંડવા પાસે એક કાળા કલરની ભેંસ ઉં.વ.આ.૧૨ બાંધેલ હોય જ્યાં અચાનક આકાશી વિજળી પડતા તેમની કાળા કલરની ભેંસનું સ્થળ ઉપર જ મોત થયું હતું. દેડીયાપાડા પોલીસે આ બાબતની નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરી છે.

(10:53 PM IST)