તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 10th June 2024
૧૩ લાખ વર્ષ પહેલા ચીનના જંગલોમાં હતા અત્યારથી ૩ ગણા મોટા ચિત્તા
૯૪ વર્ષ પહેલા મળેલ ખોપરીનું વૈજ્ઞાનિકોએ કર્યુ રીસર્ચ

બેજીંગ : ચીની વૈજ્ઞાનિકો એક પ્રાચીન ખોપરીના જીવાશમોનુ વિશ્લેષણ કર્યા પછી અત્યાર સુધની સૌથી મોટી ચિત્તા પ્રજાતિની ભાળ મેળવી છે. આ વિશાળકાય ચિત્તાઓથી ત્રણ ગણા વધારે વજન વાળો હતો એસિનોનિકસ પ્લીસ્ટોકેનિકસ નામની આ પ્રજાતિ લગભગ ૧૩ લાખ વર્ષો પહેલા ચીનમાં જંગલોમાં ફરતી હતી.
લાઇવ સાયન્સના રિપોર્ટ અનુસાર, રિસર્ચરોએ ચીનમાં શોધાયેલ જીવાશ્મોની સાથે આ અવશેષોનું વિશ્લેષણ કર્યુ હતું. ખોપરીની લંબાઇ, દાઢના દાંતની ઉંચાઇની સાથે ખોપરી અને કરોડને જોડનાર હાડકાની સંરચનાની પહોળાઇના આધારે આ પ્રાણીના વજનનું અનુમાન કરાયું હતું.
ચીની વિજ્ઞાન અકાદમીના જીવાશ્મ વિજ્ઞાની કિંગાઓ જીિયાંગજૂનું કહેવું છે કે વિશાળકાય ચિત્તાઓની પ્રજાતિ સંભવત : મધ્ય- પ્લીસ્ટોસીન સંક્રમણ દરમ્યાન જળવાયુ પરિવર્તનના કારણે લુપ્ત થઇ હતી. તેમના દાતોની વ્યવસ્થા અને નાકની પાછળની હાડકાવાળી જગ્યા વર્તમાન આફ્રિકન ચિત્તાઓ સાથે મેળ ખાય છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
