<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

રાજપીપળા શ્રીજી નગર સોસાયટીમાં પાણી મુદ્દે સ્થાનિકો એ કરી ચીફ ઑફિસરને રજૂઆત

શ્રીજી નગર સોસાયટીમાં જતી મુખ્ય લાઈનમાંથી અન્ય સોસાયટીનું કનેશન આપતા પાણીનો પ્રવાહ ઓછો થયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:રાજપીપળા શહેરમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં ઘણા સમયથી પાણીની ગંભીર સમસ્યા હોવાથી સ્થાનિકોએ પાલિકાના મુખ્ય અધિકારીને રજૂઆત કરી છે
   સ્થાનિક રહીશોએ કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ શ્રીજી નગર સોસાયટીના રેહવાશીઑ ને પાછલા ઘણા સમયથી જમવાનું બનાવવાના અને નાહવા ધોવાના પાણીની ઘણી તકલીફ પડી રહી છે. શ્રીજી નગર સોસાયટીમાં આવતા પાણીની મૂળ લાઇનના કનેક્શનમાથી ગોકુળ નગરમાં કનેક્શન આપવામાં આવ્યું છે અને વચ્ચે વાલ્વ મૂકીને શ્રીજી નગરમાં આવતા પાણીનો પ્રવાહ ઓછો અને નહિવત કર્યો છે. જેને લીધે અમારી સોસાયટીમાં પાણીની મોટી તંગી ઊભી થઈ છે. ગોકુળ નગરને પાણી પૂરું પાડવામાં આવે છે એનો અમને કોઈ વાંધો નથી પણ અમારું રોજીંદુ આવતું પાણી બંધ કરી ને શ્રીજી નગરના રેહવાસીઓને નુકશાન પોહંચાડીને જે રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે, જે યોગ્ય નથી માટે આ પ્રશ્નનું નિરાકરણ ના આવે ત્યાં સુધી મિત્ર મૂલો પાણીના ટેન્કર વર્ક શ્રીજી નગર સોસાયટીને ઘર દીઠ પાણી પૂરું પાડી આપશો જેથી અમે અમારું રોજીંદુ જીવન સામાન્ય રીતે જીવી શકીએ.માટે આ બાબતનું નિરાકરણ લાવી ને અમારૂ રોજીંદુ આવતું પાણી નિયમિત કરી આપવા આપ રજૂઆત કરવામાં આવી છે.

(10:51 PM IST)